________________
સભાખ્ય-ભાષાંતર
૨૬૯
હોવાથી (અને મોક્ષમાં આ બંને કારણો નથી. માટે બંનેનું સામ્ય) અયોગ્ય છે. (૨૮)
श्रमक्लममदव्याधिमदनेभ्यश्च सम्भवात् । मोहोत्पत्तेर्विपाकाच्च, दर्शनघ्नस्य कर्मणः ॥२९॥
વળી તે નિદ્રા થાક, ગ્લાનિ, ઘેન, રોગ અને કામસેવનથી તથા મોહના ઉદયથી અને દર્શનાવરણીય કર્મના ઉદયથી ઉત્પન્ન થતી હોવાથી (પણ તે નિદ્રાસુખમાં અને મોક્ષસુખમાં સમાનતા નથી). (૨૯)
लोके तत्सदृशोह्यर्थः, कृत्स्नेऽप्यन्यो न विद्यते। उपगीयेत तद्येन, तस्मानिरुपमं सुखम् ॥३०॥
આ સમસ્ત જગતમાં તે (મોક્ષના સુખ) જેવો બીજો પદાર્થ જ નથી કે જેની સાથે તે (મોક્ષ-સુખી સરખાવી શકાય. તેથી તે સુખ નિરૂપમ છે. (૩૦)
(ઉપમા રહિતનું કારણ)
लिङ्गप्रसिद्धेः प्रामाण्यादनुमानोपमानयोः । अत्यन्तं चाप्रसिद्धं तद, यत्तेनानुपमं स्मृतम् ॥३१॥
અનુમાન અને ઉપમાનનું પ્રમાણપણું લિંગની પ્રસિદ્ધિથી (જ) થાય છે. (અનુમાનમાં અન્વય-વ્યતિરેકી લિંગ છે. ઉપમાનમાં સાદશ્યજ્ઞાન લિંગ છે.) પરંતુ તે તો મોક્ષસુખમાં બિલ્લ ઘટતું નથી માટે અનુપમ કહ્યું છે. (૩૧)
प्रत्यक्षं तद्भगवतामर्हतां तैश्च भाषितम् । गृह्यतेऽस्तीत्यतः प्राज्ञैर्न च्छद्मस्थपरीक्षया ॥३२॥
શ્રી અરિહંતભગવંતોને તે (ખ) પ્રત્યક્ષ છે અને તેઓ વડે તે કહેવાયું છે. (અને) વિદ્વાન પુરુષો વડે (તે) “છે” એમ સ્વીકારાયું છે. પરંતુ છદ્મસ્થની પરીક્ષાથી તે સ્વીકારાતું નથી. (૩૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org