________________
સભાખ્ય-ભાષાંતર
૨૬૫
कुलालचक्रे दोलायामिषौ चापि यथेष्यते । पूर्वप्रयोगात् कर्मेह, तथा सिद्धिगतिः स्मृता ॥१०॥
(વર્તમાનમાં પ્રેરણા-પ્રયોગ ન હોવા છતાં) પૂર્વપ્રયોગથી કુંભારના ચાકડામાં, હીંડોળામાં અને બાણમાં કિયા થાય છે તેમ અહીં સિદ્ધજીવોની ગતિ જણાવી છે. (૧૦)
मृल्लेपसङ्गनिर्मोक्षाद्यथा दृष्टाऽप्स्वलाबुनः। कर्मसङ्गविनिर्मोक्षात्, तथा सिद्धिगतिः स्मृता ॥११॥
પાણીમાં (ડૂબાડેલા માટીના લેપવાળા) તુંબડાને માટીના લેપ સાથેનો સંબંધ છૂટી જ્યાથી (તે તુંબડુ) ઉપર આવે છે તેમ આત્મા સાથે કર્મનો સંગ (લેપ) છૂટી જવાથી આત્માની સિદ્ધગતિ કહેલી છે. (૧૧)
एरण्डयन्त्रपेडासु, बन्थच्छेदाद्यथा गतिः। कर्मबन्धनविच्छेदात्, सिद्धस्यापि तथेष्यते ॥१२॥
એરંડાના ફળની, યંત્રની રચનાની અને પેડાની જેમ બંધન તૂટી જવાથી ગતિ થાય છે તેમ કર્મબન્ધન તૂટી જવાથી સિદ્ધાત્માની ગતિ ઈચ્છાય છે. (૧૨)
उर्ध्वगौरवधर्माणो, जीवा इति जिनोत्तमैः । अधोगौरवधर्माणः, पुद्गला इति चोदितम् ॥१३॥
જીવો-ઊર્ધ્વગમન-પરિણામવિશેષ સ્વાભાવવાળા હોય છે અને પુદ્ગલો અધોગમન પરિણામ- વિશિષ્ટ સ્વભાવવાળા હોય છે. એમ શ્રી જિનેશ્વર ભગવંતોએ કહ્યું છે. (૧૩)
यधाऽधस्तिर्यगूज़ च, लोष्टवाय्वग्निवीतयः। स्वभावत: प्रवर्तन्ते, तथोवं गतिरात्मनाम् ॥१४॥
જેમ નીચી-તીર્દી અને ઉર્ધ્વગતિ અનુક્રમે પત્થર, વાયુ અને અગ્નિની છે તેમ સ્વભાવથી જ આત્માની ઊર્ધ્વગતિ છે. (વીતિ = ગતિ) (૧૪).
(સ્વભાવથી વિરુદ્ધ ગતિ થવાનું કારણ))
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org