Book Title: Tattvarthadhigam Sutra
Author(s): Akshaychandrasagar
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 284
________________ સભાષ્ય-ભાષાંતર સૂત્ર-૭ તો) પંદર કર્મભૂમિમાં જન્મેલો સિદ્ધ થાય છે. સંહરણ આશ્રયી (વિચારીએ તો) મનુષ્યક્ષેત્ર (અઢીદ્વીપ) માં સિદ્ધ થાય છે. તેમાં સંહરણ પ્રમત્તસંયમી અને દેશવિરતિધરનું થાય છે.* भाष्यम्- श्रमण्यपगतवेदः परिहारविशुद्धिसंयतः पुलाकोऽप्रमत्तश्चतुर्दशपूर्वी आहारशरी સંહિત્તે। અર્થ- (પરન્તુ) સાધ્વી મ., અવેદી, પરિહારવિશુદ્ધિસંયમી, પુલાકસંયમી, અપ્રમત્તસંયમી, ચૌદપૂર્વીસંયમી અને આહારશરીરી. આ (સાત) સંહરણ કરાતા નથી. ૨૫૧ भाष्यम्- ऋजुसूत्रनयः शब्दादयश्च त्रयः प्रत्युत्पन्नभावप्रज्ञापनीयाः, शेषा नया उभयभावं प्रज्ञापयन्तीति ॥ અર્થ- ઋજુસૂત્રનય અને શબ્દાદિ ત્રણ નય (એટલે ઋજુ-સામ્પ્રત-સમભિસદ્ધ-એવંભૂત એમ ચાર નયો) પ્રત્યુત્પન્નભાવને (વર્તમાનભાવને) જણાવનાર છે. બાકીના (નૈગમ, સંગ્રહ અને વ્યવહાર) નયો બંને ભાવને (=પૂર્વભાવ અને પ્રત્યુત્પન્નભાવને) જણાવે છે. भाष्यम्- कालः, अत्रापि नयद्वयम्, कस्मिन् काले सिध्यतीति ?, प्रत्युत्पन्नभावप्रज्ञापनीयस्य अका सिध्यति, पूर्वभावप्रज्ञापनीयस्य जन्मतः संहरणतश्च, जन्मतोऽवसर्पिण्यामुत्सर्पिण्यामनवसर्पिण्युत्सर्पिण्यां च जातः सिध्यति । एवं तावदविशेषतः । विशेषतोऽप्पवसर्पिण्यां सुषमदुष्षमायां सङ्ख्येयेषु वर्षेषु शेषेषु जातः सिध्यति, दुष्षमसुषमायां सर्वस्यां सिध्यति, दुष्षमसुषमायां जातो दुष्षमायां सिध्यति, न तु दुष्षमायां जातः सिध्यति, अन्यत्र नैव सिध्यति, संहरणं प्रति सर्वकालेष्ववसर्पिण्यामुत्सर्पिण्यामनवसर्पिण्युत्सर्पिण्यां च सिध्यति ॥ અર્થ- કાળ- અહીં પણ બે નય (અપેક્ષિત છે.) કયા કાળમાં (સિદ્ધાત્મા) સિદ્ધ થાય છે. ? વર્તમાનભાવ પ્રજ્ઞાપનીયની અપેક્ષાએ અકાળે (અવિદ્યમાન કાળે) સિદ્ધ થાય છે. પૂર્વભાવપ્રજ્ઞાપનીયની અપેક્ષાએ જન્મથી અને સંહરણથી (વિચારણા કરાય છે.) જન્મથી-અવસર્પિણીમાં જન્મેલ, ઉત્સર્પિણીમાં જન્મેલ અને અનવસર્પિણી- ઉત્સર્પિણીમાં જન્મેલો સિદ્ધ થાય છે. આ પ્રમાણે સામાન્યથી કહ્યું. હવે વિશેષથીઅવસર્પિણીમાં સુષમદુમ કાળ (૩ જા આરા) ના સંખ્યાતાવર્ષી શેષ રહ્યે છતે જન્મેલો સિદ્ધ થાય છે. દુષ્પમસુષમના (ચોથા આરાના) સંપૂર્ણકાળમાં (જન્મેલો) સિદ્ધ થાય છે. દુષ્પમસુષમમાં જન્મેલો દુષ્પમ (પાંચમા આરા) માં સિદ્ધ થાય છે. પરંતુ દુમમાં જન્મેલો આત્મા સિદ્ઘ થતો નથી. તે સિવાયના આરામાં (જન્મેલો આત્મા) સિદ્ધ થઈ શકતો નથી. સંહરણની અપેક્ષાએ-અવસર્પિણીમાં, ઉત્સર્પિણીમાં અને અનવસર્પિણીઉત્સર્પિણીમાં- સર્વકાળમાં સિદ્ધ થાય છે (અર્થાત્ થઈ શકે છે.) * કેટલાક આચાર્ય ભગવંતના મતે અવિરતનું પણ સંહરણ થાય છે- (વિવાહુરિતસમ્યવદિપીતિ' સિ. મૂ. ટીજા) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306