________________
સૂર-૧૦
સભાખ્ય-ભાષાંતર
૧૮૯
(0) વેદ, (૮) પુરૂષદ (અને ૯) નપુંસકવેદ. (એમ) નવ મેદવાળું છે. (આ રીતે કુલ ૨૮ ભેદ, મોહનીય પ્રકૃતિના છે.)
भाष्यम्- त्रिद्विषोडशनवभेदा यथाक्रमम, मोहनीयबन्धो द्विविधो-दर्शनमोहनीयाख्यश्चारित्रमोहनीयाख्यश्च, तत्र दर्शनमोहनीयाख्यस्त्रिभेदः, तद्यथा-मिथ्यात्ववेदनीयं सम्यक्त्ववेदनीयं सम्यग्मिथ्यात्ववेदनीयमिति, चारित्रमोहनीयाख्यो द्विभेद:-कषायवेदनीयं नोकषायवेदनीयं चेति, तत्र कषायवेदनीयाख्या: षोडशभेदः, तद्यथा-अनन्तानुबन्धी क्रोधो मानो माया लोभः, एवमप्रत्याख्यानकषायः प्रत्याख्यानावरणकषाय:संज्वलनकषाय इत्येकशः क्रोधमानमायालोभाः षोडशभेदाः। नोकषायवेदनीयं नवभेदम्, तद्यथा-हास्यं रतिः अरतिः शोकः भयं जुगुप्सा पुरुषवेद: स्त्रीवेदः नपुंसकवेद इति नोकषायवेदनीयं नवप्रकारम् । અર્થ- (દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય, કષાય મોહનીય અને નોકષાય મોહનીયના) અનુક્રમે ત્રણ, બે, સોળ અને નવ ભેદો છે. મોહનીય કર્મનો બંધ બે પ્રકારે છે. (૧) દર્શન મોહનીય અને (૨) ચારિત્ર મોહનીય. તેમાં દર્શનમોહનીય નામ ત્રણ ભેદવાળું છે. તે આ રીતે, (૧) મિથ્યાત્વ વેદનીય (૨) સમ્યકત્વ વેદનીય અને (૩) સમ્યકત્વ-મિથ્યાત્વ(મિશ્ર) વેદનીય. ચારિત્રમોહનીયવાળો બંધ બે ભેદવાળો છે. (૧) કષાય વેદનીય (કષાય રૂપે અનુભવવા યોગ્ય) અને (૨)નોકષાયવેદનીય (નોકષાય રૂપે અનુભવવા યોગ્ય) તેમાં કષાયવેદનીય નામવાળો બંધ સોળ ભેદવાળો છે. તે આ રીતે, (૧) અનંતાનુબંધી ક્રોધ (૨) અનંતાનુબંધી માન (૩) અનંતાનુબંધી માયા અને (૪) અનંતાનુબંધી લોભ, એ પ્રમાણે ચાર અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ, ચાર પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ અને ચાર સંવલન કોધ, માન, માયા, લોભ, એ પ્રમાણે ૪+૪+૪+ ૪ = ૧૬. નોકષાયવેદનીય નામવાળો બંધ નવભેદવાળો છે. તે આ રીતે, (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અરતિ, (૪) શોક, (૫) ભય, (૬) જુગુપ્સા, (૭) પુરૂષવેદ, (૮) સ્ત્રીવેદ અને (૯) નપુંસકવેદ. આ નવ’ ભેદ નોકષાયરૂપ અનુભવવા યોગ્ય છે.
भाष्यम्- तत्र पुरुषवेदादीनां तृणकाष्ठकरीषाग्नयो निदर्शनानि भवन्ति । इत्येवं मोहनीयमष्टाविंशतिभेदं भवति । अनन्तानुबन्धी सम्यग्दर्शनोपघाती, तस्योदयाद्धि सम्यग्दर्शनं नोपत्पद्यते पूर्वोत्पन्नमपि च प्रतिपतति, अप्रत्याख्यानकषायोदयाद्विरतिर्न भवति, प्रत्याख्यानावरणकषायोदयाद्विरताविरतिर्भवत्युत्तमचारित्रलाभस्तु न भवति, संज्वलनकषायोदयाद्यथाख्यातंचारित्रलाभो न भवति ॥ અર્થ- તેમાં પુરૂષદ આદિનો ઉદય (અનુક્રમે) તૃણ, કાષ્ટ અને બકરીની લીંડીના અગ્નિ જેવો નિર્દેશેલ છે. એ પ્રમાણે મોહનીય (કર્મ) અઠ્યાવીસ ભેદવાળું છે (૩ + ૧૬ + ૯ = ૨૮) અનંતાનુબંધી કષાય) સમ્યગ્દર્શનનો નાશ કરનાર છે. કારણકે તેનાં ઉદયથી સમ્યગ્દર્શન ઉત્પન્ન થતું નથી અને પૂર્વે ઉત્પન્ન , થયું હોય તો પણ જતું રહે છે. અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી વિરતિ પ્રાપ્ત થતી નથી. (એટલે અલ્પ પણ ત્યાગ (દશ વિરતિ) રૂ૫ પચ્ચખાણ કરી શકાતું નથી.) પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org