________________
૧૯૦
તવાથધિગમ સૂત્ર
અધ્યાય - ૮
દેશવિરતિ પ્રાપ્ત થાય. પરંતુ ઉત્તમચારિત્રની (સર્વિવિરતિની) પ્રાપ્તિ થતી નથી. સંજવલન કષાયના ઉદયથી યથાખ્યાતચારિત્રની પ્રાપ્તિ થતી નથી.
भाष्यम्- क्रोध: कोपो रोषो द्वेषो भण्डनं भाम इत्यनान्तरम्, तस्यास्य क्रोधस्य तीव्रमध्यविमध्यमन्दभावाश्रितानि निदर्शनानि भवन्ति, तद्यथा-पर्वतराजिसदृशः भूमिराजिसदृशः वालुकाराजिसदृशः उदकराजिसदृश इति । અર્થ- ક્રોધ, કોપ, રોષ, દ્વેષ, ભણ્ડન, ભામ તે એકાર્યવાચી છે. તે આ ક્રોધના તીવ્ર, મધ્ય, વિમધ્ય અને મન્દભાવો આશ્રયીને આ ઉદાહરણો છે. તે આ રીતે, (તીવ્ર ક્રોધ) પર્વતમાં પડેલી ફાટ સમાન, (મધ્યાક્રોધ) ભૂમિમાં પડેલી ફાટ સમાન, (વિમધ્ય ક્રોધ) રેતીમાં પાડેલા લીસોટા સમાન અને (મંદ ક્રોધ) પાણીમાં પડેલા લીસોટા સમાન છે.
भाष्यम्- तत्र पर्वतराजिसदृशो नाम यथा प्रयोगविम्रसामिश्रकाणामन्यतमेन हेतुना पर्वतराजिरुत्पन्ना नैव कदाचिदपिरोहति, एवमिष्टवियोजनानिष्टयोजनाभिलषितालाभादीनामन्यतमेन हेतुना यस्योत्पन्नः क्रोध आ मरणान्न व्ययं गच्छति जात्यन्तरानुबन्धी निरनुनयस्तीव्रानुशयोऽप्रत्यवमर्शश्च भवति स पर्वतराजिसदृशः, तादृशं क्रोधमनुमृता नरकेषूपपत्तिं प्राप्नुवन्ति । અર્થ- તેમાંપર્વતમાં પડેલી ફાટ સમાન એટલે જેમ કોઈ પ્રયોગથી (પ્રયત્નથી), વિસસા (સ્વાભાવિક) થી કે મિશ્ર (ઉભય) થી આ ત્રણમાંના કોઈ પણ કારણથી પર્વતમાં ફાટ પડી હોય તો તે ક્યારે પણ સંધાતી નથી. તે પ્રમાણે ઈષ્ટનો વિયોગ, અનિષ્ટનો સંયોગ કે ઈચ્છિત વસ્તુની અપ્રાપ્તિ આદિમાંના કોઈ કારણથી જેને ક્રોધ ઉત્પન્ન થયેલ હોય તે મરણ પર્યન્ત દૂર થતો નથી. વળી આવતાં ભવમાં પણ સાથે આવનાર હોય. વળી તે ક્રોધ) બીજાની સમજાવટથી પણ ન સમજે તે નિરનુનય, ભયંકર બળતરાથી ભરેલો તે તીવ્રાનુશય અને પશ્ચાતાપ રહિત તે પ્રત્યવમર્શ હોય છે. તે પર્વતની ફાટ સમાન ક્રોધ જાણવો. તેવા પ્રકારના ક્રોધમાં મરેલા નરકમાં ઉત્પન્ન થાય છે.
भाष्यम्- भूमिराजिसदृशो नाम, यथा भूमेर्भास्कररश्मिजालादात्तस्नेहाया वाय्वभिहताया राजिरुत्पन्ना वर्षापेक्षसंरोहा परमप्रकृष्टाष्टमासस्थितिर्भवति, एवं यथोक्तनिमित्तो यस्य क्रोधोऽनेकविधस्थानीयो दुरनुनयो भवति, स भूमिराजिसदृश:, । तादृशं क्रोधमनुमृतास्तिर्यग्योनावुपपत्तिं प्राप्नुवन्ति । અર્થ- ભૂમિમાં પડેલી ફાટ સમાન એટલે- જેમ સૂર્યના કિરણોના તાપથી પીવાયો (ગ્રહણ કરાયો) છે સ્નેહ જેમાંથી તેવી વાયુથી પડેલી ભૂમિની ફાટ વરસાદ વરસવાના કારણે સંધાઈ જાય છે.(જોડાઈ જાય છે.) પરંતુ તે ફાટ પરમ ઉત્કૃષ્ટથી આઠમાસની સ્થિતિવાળી હોય છે. તે પ્રમાણે યથોફત (પર્વતની ફાટ સમાન' માં દર્શાવેલ ઈષ્ટ નિયોજન અને અનિષ્ટ સંયોજનાદિ) નિમિત્તવાળો જેનો ક્રોધ અનેક
સ્થાનવાળો હોઈ દુઃખે શાંત થાય તેવો હોય છે. (એટલે એને ક્રોધ શમાવવામાં ઘણી-ઘણી સમજાવટની - જરૂર પડે છે.) તે (ક્રોધ) ભૂમિમાં પડેલી ફાટ સમાન જાણવો. તેવા પ્રકારના ક્રોધમાં મરેલા તિર્યંચયોનિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org