Book Title: Tattvarthadhigam Sutra
Author(s): Akshaychandrasagar
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 243
________________ ૨૧૦ તત્ત્વાધિગમ સૂત્ર અધ્યાય - ૯ भाष्यम्- क्षमागुणांश्चानायासादीननुस्मृत्य क्षमितव्यमेवेति क्षमाधर्मः ॥१॥ અર્થ- સ્વસ્થતા આદિ ક્ષમાના ગુણોને ધ્યાનમાં રાખી, ક્ષમા દાખવવી તે ક્ષમાધર્મ In भाष्यम्- नीचैर्वृत्त्यनुत्सेको मार्दवलक्षणं, मृदुभावः मृदुकर्म च मार्दवं, मदनिग्रहो मानविघातश्चेत्यर्थः, तत्र मानस्येमान्यष्टौ स्थानानि भवन्ति । અર્થ- નમ્રતાવાળી પ્રવત્તિ અને ગર્વરહિતપણું તે ભાવનું લક્ષણ છે. મૃદુ શબ્દને ભાવ અથવા કર્મ અર્થમાં મ પ્રત્યયેલાગી માર્દવ શબ્દ થયો. એટલે, માનનો નિગ્રહ અર્થાત્ માનનો નાશ. તે અર્થ જાણવો. તેમાં માનના આ આઠ સ્થાનો છે. भाष्यम्- तद्यथा-जातिः कुलं रूपमैश्वर्यं विज्ञानं श्रुतं लाभो वीर्यमिति । અર્થ- તે આ રીતે (૧) જાતિમદ, (૨) કુળમદ, (૩) રૂપમદ, (૪) ઐશ્વર્યમદ, (૫) વિજ્ઞાનમદ (ઔપપાતિકી આદિ બુદ્ધિમદ), (૬) શ્રુતમદ, (૭) લાભમદ અને (૮) વીર્યમદ- એ આઠ મદ છે. भाष्यम्- एभिर्जात्यादिभिरष्टाभिर्मदस्थानैर्मत्तः परात्मनिन्दाप्रशंसाभिरतस्तीव्राहंकारोपहतमतिरिहामुत्र चाशुभफलमकुशलं कर्मोपचिनोति, उपदिश्यमानमपि च श्रेयो न प्रतिपद्यते, तस्मादेषां मदस्थानानां निग्रहो मार्दवं धर्म इति ॥२॥ અર્થ- આ- જાતિઆદિ આઠ સદસ્થાનો વડે ઉન્મત્ત બનેલો બીજાની નિંદા અને પોતાની પ્રશંસામાં લીન બનેલ, તીવ્ર અંહકારથી મલિનમતિ વાળો આત્મા આ ભવ અને પરભવમાં અશુભફળ (વિપાક) વાળું પાપકર્મ ઉપાર્જન કરે છે. અને ઉપદેશ દેવા છતાં તે કલ્યાણમાર્ગ સ્વીકારતો નથી. તેથી આ મદસ્થાનોનો નિગ્રહ કરવો. (નાશ કરવો.) તે માઈવધર્મ. રા. भाष्यम्- भावविशुद्धिरविसंवादनं चार्जवलक्षणम्, ऋजुभावः ऋजुकर्मवाऽऽर्जवं, भावदोषवर्जनमित्यर्थः भावदोषयुक्तो झुपधिनिकृति संप्रयुक्त इहामुत्र चाशुभफलमकुशलं कर्मोपचिनोति उपदिश्यमानमपि च श्रेयो न प्रतिपद्यते, तस्मादार्जवं धर्म इति ॥३॥ અર્થ- સરળ સ્વભાવી અને અવિસંવાદન (અહિંસક) એ આર્જવનું લક્ષણ છે. સજુભાવ કે ઋજુકર્મ તે આજીવ. એટલે કે ભાવદોષ રહિત' એવો અર્થ કરવો. ભાવદોષથી યુફત જ માયા-પ્રપંચવાળો (જીવ) આભવ અને પરભના અશુભફળ રૂપ અકુશલ કર્મો બાંધે છે. અને ઉપદેશ દેવા છતાં પણ કલ્યાણને સ્વીકારતો નથી. માટે આર્જવ ધર્મ સારા भाष्यम्- अलोभ: शौच लक्षणम् । शुचिभाव: शुचिकर्म वा शौचम् ॥ અર્થ- લોભ રહિત- તે શૌચધર્મનું લક્ષણ છે. શુચિભાવ કે શુચિકર્મ તે શૌચ. Jain Education Intemational For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306