Book Title: Tattvarthadhigam Sutra
Author(s): Akshaychandrasagar
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 253
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અર્થ- તે (નિર્જરા) બે પ્રકારે છે. (૧) અબુદ્ધિપૂર્વક (અકામ) નિર્જરા અને (૨) કુશળમૂલ (સકામ) નિર્જરા, તેમાં નરકાદિમાં કર્મના ફળનો વિપાક બુદ્ધિપૂર્વક નથી. (તેથી) તે (વિપાક) ને પાપરૂપ વિચારવો જોઈએ (એ) અકુશલાનુબંધ છે. ૨૨૦ भाष्यम्- तपःपरीषहजयकृतः कुशलमूलः, तं गुणतोऽनुचिन्तयेत्, शुभानुबन्धो निरनुबन्धो वेति, एवमनुचिन्तयन् कर्मनिर्जरणायैव घटत इति निर्जरानुप्रेक्षा ॥ ९ ॥ અર્થ- તપ તેમજ પરીષહના જય વડે કરાયેલ (વિપાક = નિર્જરા) કુશલમૂલ (સકામ નિર્જરા) છે. તે (કુશલમૂલ = સકામનિર્જરા વિપાક) ને ગુણરૂપે વિચારવો કે (તે) પુણ્યાનુબંધી છે અથવા નિરનુબંધી છે. (એટલે કે દેવલોક, ચક્રવર્તી આદિ પુણ્યાનુબંધી અથવા સકલકર્મક્ષય કરાવી મોક્ષદાયક સકામ નિર્જરા છે. એમ ગુણોનું ચિન્તવન કરવું) એમ ચિન્તવન કરતા (જીવ) કર્મનિર્જરા માટે જ પ્રવૃતિ કરે-તે નિર્જરાનુપ્રેક્ષા IIલા અધ્યાય – ૯ भाष्यम्- पञ्चास्तिकायात्मकं विविधपरिणाममुत्पत्तिस्थित्यन्यताऽनुग्रहप्रलययुक्तं लोकं चित्रस्वभावमनुचिन्तयेत् । एवं ह्यस्य चिन्तयतस्तत्त्वज्ञानविशुद्धिर्भवतीति लोकानुप्रेक्षा ॥ १० ॥ અર્થ- પંચાસ્તિકાયરૂપ વિવિધ પરિણામવાળા ઉત્પત્તિ, સ્થિતિ (સ્થાયિ), અન્યતા (વિનાશ), અનુગ્રહ (ઉપકાર) અને પ્રલયવાળા વિચિત્ર સ્વભાવવાળા લોક (ચૌદરાજ) ની ચિન્તવના કરવી. એ પ્રમાણે ચિન્તવતા (આત્માને) તત્ત્વજ્ઞાનની વિશુદ્ધિ થાય છે. તે લોકાનુપ્રેક્ષા ।।૧ના भाष्यम् - अनादौ संसारे नरकादिषु तेषु तेषु भवग्रहणेष्वनन्तकृत्वः परिवर्तमानस्य जन्तोर्विविधदुःखाभिहतस्य मिथ्यादर्शनाद्युपहतमतेर्ज्ञानदर्शनावरणमोहान्तरायोदयाभिभूतस्य । અર્થ- ‘અનાદિ સંસારમાં તે તે ભવોનું ગ્રહણ છે જેમાં એવા નરકાદિમાં અનન્તીવાર પરિભ્રમણ કરતાં વિધવિધ દુ:ખોથી હણાયેલા, મિથ્યાદર્શનાદિથી નષ્ટમતિવાળા, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાયના ઉદયવાળા જીવને... भाष्यम् - सम्यग्दर्शनादिविशुद्धो बोधिदुर्लभो भवतीत्यनुचिन्तयेत् एवं ह्यस्य बोधिदुर्लभत्वमनुचिन्तयतो बोधिं प्राप्य प्रमादो न भवतीति बोधिदुर्लभत्वानुप्रेक्षा ॥ ११ ॥ અર્થ- સમ્યગ્દર્શનાદિથી વિશુદ્ધ બોધિદુર્લભ છે.’ એમ ચિન્તવવું. ખરેખર ! એ પ્રમાણે બોધિદુર્લભનું ચિન્તવન કરતા (જીવને) બોધિ મેળવીને પ્રમાદ થતો નથી. એ પ્રમાણે બોધિદુર્લભ અનુપ્રેક્ષા ।।૧૧।। भाष्यम्- सम्यग्दर्शनद्वारः पञ्चमहाव्रतसाधनो द्वादशाङ्गोपदिष्टतत्त्वो गुप्त्यादिविशुद्धव्यवस्थानः संसारनिर्वाहकः । અર્થ- ‘સમ્યગ્દર્શન દ્વાર(મુખ)વાળો, પંચમહાવ્રત સાધનવાળો, દ્વાદશાંગીવડે જણાવાયેલ તત્ત્વવાળો, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306