________________
૨૩૪.
તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૯
सूत्रम्- निदानं च ॥९-३४॥ અર્થ- નિયાણું કરવું તે પણ આર્તધ્યાન છે.
भाष्यम्- कामोपहतचित्तानां पुनर्भवविषयसुखगृद्धानां निदानमार्तध्यानं भवति ॥३४।। અર્થ- કામથી વિહવળ ચિત્તવાળા આવતાં ભવ સંબંધી વિષય સુખમાં આસકત આત્માઓનું (જે) નિયાણું (આત્મસુખનું કાપવું) તે નિદાન આર્તધ્યાન કહેવાય છે. ૩૪
सूत्रम्- तदविरतदेशविरतप्रमत्तसंयतानाम् ॥९-३५॥ અર્થ- તે આર્તધ્યાન અવિરતિ, દેશવિરતિ અને પ્રમત્ત સંયતોને હોય છે.
भाष्यम्- तदेतदातध्यानमविरतदेशविरतप्रमत्तसंयतानामेव भवति ॥३५।। અર્થ- તે આ આર્તધ્યાન અવિરત, દેશવિરત, અને પ્રમત્ત સંયતને જ હોય છે. ૩૫
सूत्रम्- हिंसाऽनृतस्तेयविषयसंरक्षणेभ्यो रौद्रमविरतदेशविरतयोः॥९-३६॥ અર્થ- હિંસા, અમૃત (જૂઠ), સ્તેય (ચોરી) અને ઈન્દ્રિયગ્રાહ્ય પદાર્થના રક્ષણ માટે એકાગ્રચિત્તે વિચારણા. તે રૌદ્રધ્યાન કહેવાય અને તે રૌદ્રધ્યાન અવિરતિધર અને દેશવિરતિધરને હોય.
भाष्यम्- हिंसार्थमनृतवचनार्थं स्तेयार्थं विषयसंरक्षणार्थं च स्मृतिसमन्वाहारो रौद्रध्यानं, तदविरतટેશવિરતયૌરવ મવતિ પારદા અર્થ- હિંસા માટે, જૂઠ વચન માટે, ચોરી માટે અને ઈન્દ્રિયગ્રાહ્ય વિષયોના રક્ષણ માટે સ્મૃતિ સમન્વાહાર (મનની નિશ્ચલતા) તે રૌદ્રધ્યાન. તે રૌદ્રધ્યાન) અવિરત અને દેશવિરતને જ હોય છે. દા.
सूत्रम्- आज्ञा-ऽपाय-विपाक-संस्थानविचयाय धर्ममप्रमत्तसंयतस्य ॥९-३७॥ અર્થ- (વિચય એટલે પર્યાલોચન અર્થાત તન્મયપણું) આજ્ઞામાં તન્મયપણું, અપાય (દુઃખ) માં તન્મયપણું, વિપાક(કર્મફળ)માં તન્મયપણું, સંસ્થાન (આકાર-લોક) માં તન્મયપણું તે સંબધી અપ્રમત્ત સંયતિનો વિચાર (ચિન્તન) તે ધર્મધ્યાન.
भाष्यम्- आज्ञाविचयाय अपायविचयाय विपाकविचयाय संस्थानविचयाय च स्मृतिसमन्वाहारो धर्मध्यानम्, तदप्रमत्तसंयतस्य भवति ॥३७॥ किञ्चान्यत्અર્થ- આજ્ઞાની તન્મયતા, અપાયની તન્મયતા, વિપાકની તન્મયતા અને સંસ્થાનની તન્મયતાનો (જે એકાગ્રતાથી) વિચાર તે ધર્મધ્યાન. તે ધર્મધ્યાન અપ્રમત્તસંયતને હોય છે. ૩ણા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org