________________
સૂર-૧૬
સભાષ્ય-ભાષાંતર
१७3
सूत्रम्- दिग्देशानर्थदण्डविरतिसामायिकपौषधोपवासोपभोगपरिभोगातिथिसंविभागवत
સંપન્નશ્વ I૭-૨દા અર્થ- પાંચ અણુવ્રત તથા દિશાવ્રત, દેશવ્રત, અનર્થદંડવિરતિવ્રત, સામાયિકવ્રત, પૌષધોપવાસવ્રત, ઉપભોગ-પરિભોગવ્રત અને અતિથિસંવિભાગવ્રત આ સાતવ્રતથી સમ્પન્ન એટલે કુલ બારવ્રતથી સમ્પન્ન શ્રાવક ઉગારી હોય.
भाष्यम्- एभिश्च दिग्वतादिभिरुत्तरव्रतैः संपन्नोऽगारी व्रती भवति, तत्र दिग्वतं नाम तिर्यगूर्ध्वमधो वा दशानां दिशां यथाशक्ति गमनपरिमाणाभिग्रहः, तत्परतश्च सर्वभूतेष्वर्थतोऽनयंतश्च सर्वसावद्ययोगनिक्षेपः। અર્થ- (
પૂત પાંચ અણુવ્રતો) અને આ દિશાવ્રતાદિ ઉત્તરવ્રતથી સમ્પન્ન (શ્રાવક) અગારીવ્રતી છે. તેમાં દિશાવ્રત એટલે તીચ્છ, ઉપર કે નીચે એમ દશે દિશાનું (૪ દિશા + ૪ વિદિશા + ૧ ઊર્ધ્વ + ૧ અધો = ૧૦) યથાશક્તિ ગમનની મર્યાદાનો અભિગ્રહ કરવો (કે આટલી હદ કરતા આગળ ન જવું.) (આ અભિગ્રહથી) એ મર્યાદા (હદ) થી આગળ પ્રયોજનથી કે પ્રયોજનવિના સર્વજીવોમાં (સર્વજીવો સંબંધી) સર્વસાવદ્યયોગથી મૂકાઈ જાય છે. (એટલે કે દિશા નકકી કરી હોવાથી તેનાથી આગળનું પાપ તેને લાગતું નથી.)
भाष्यम्- देशव्रतं नामापवरकगृहग्रामसीमादिषु यथाशक्ति प्रविचाराय परिणामाभिग्रहः, तत्परतश्च सर्वभूतेष्वर्थतोऽनर्थतश्च सर्वसावद्ययोगनिक्षेपः । અર્થ- દેશવ્રત એટલે કોઈ ચોક્કસ નક્કી કરેલ ઓરડો, ઘર, ગામ, સીમાડા આદિમાં યથાશક્તિ ગમન આદિ માટેના માપનો સંકલ્પ અર્થાત નિયમ. તેનાથી આગળ પ્રયોજનથી કે પ્રયોજન વિના સર્વજીવોમાં હિંસાદિ સર્વપાપયોગથી દૂર થવાય છે.
भाष्यम्- अनर्थदण्डो नामोपभोगपरिभोगावस्यागारिणो व्रतिनोऽर्थः, तव्यतिरिक्तोऽनर्थः, तदर्थो दण्डोऽनर्थदण्डः, तद्विरतिव्रतम् । અર્થ- અનર્થદંડ એટલે આ અગારી વ્રતીને ઉપભોગ અને પરિભોગ એ અર્થ = કારણ રૂપ છે. તેનાથી (ઉપભોગ અને પરિભોગથી) ભિન્ન (તે) અનર્થ (નિષ્કારણ) કહેવાય. તેનાથી અટકવું તે વ્રતરૂપ છે.
भाष्यम्- सामायिकं नामाभिगृह्य कालं सर्वसावद्ययोगनिक्षेपः । અર્થ- કાળનું નિયમન કરીને સર્વસાવદ્યયોગ (સર્વ પાપ વ્યાપાર)થી દૂર થવું તે સામાયિક.
भाष्यम्- पौषधोपवासो नाम पौषधे उपवास: पौषधोपवासः, पौषधः पर्वेत्यनर्थान्तरम्, सोऽष्टमी चतुर्दशी पञ्चदशीमन्यतमां वा तिथिमभिगृह्य चतुर्थाद्युपवासिना व्यपगतस्नानानुलेपनगन्धमा
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org