________________
સભાખ્ય-ભાષાંતર
શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથાય નમ:
શ્રી તત્ત્વાર્થ સૂત્ર – સભાષ્ય ભાષાંતર.
સમ મધ્યાય: - પાંચમો અધ્યાય
भाष्यम्- उक्ता जीवाः, अजीवान् वक्ष्यामः ।। અર્થ- જીવો વિષે કહ્યું... (હવે) અજીવ સમ્બન્ધી કહીશું.
सूत्रम्- अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः ॥५-१॥ અર્થ- ધર્મ, અધર્મ, આકાશ, પુદગલ આ ચાર અવકાયો છે.
भाष्यम्- धर्मास्तिकायोऽधर्मास्तिकाय आकाशास्तिकाय: पुद्गलास्तिकाय इत्यजीवकायाः. तान् लक्षणतः परस्ताद्वक्ष्यामः, कायग्रहणं प्रदेशावयवबहुत्वार्थमद्धासमयप्रतिषेधार्थं च ॥१॥ અર્થ- ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય એ (ચાર) અછવકાયો છે. તેને લક્ષણથી આગળ કહીશું. કાયગ્રહણનું પ્રયોજન-પ્રદેશરૂપ અવયવોનું બહુપણું જણાવવા માટે અને અદ્ધા સમયને (કાળને) પ્રદેશપણાનો નિષેધ જણાવવા માટે (કાય ગ્રહણ છે.) (ચાર ને પ્રદેશ હોય છે. માટે કાય લગાવેલ છે. કાળને પ્રદેશ હોતા નથી માટે તેને કાય શબ્દ લગાવેલ નથી.) ITI
सूत्रम्- द्रव्याणि जीवाश्च ॥५-२॥ અર્થ- ઉપરોક્ત ધર્મ આદિ ચાર અને જીવો એ પાંચ દ્રવ્યો છે.
भाष्यम्- एते धर्मादयश्चत्वारो प्राणिनश्च पञ्च द्रव्याणि च भवन्तीति, उक्तं हि ‘मतिश्रुतयोर्निबन्धो द्रव्येष्वसर्वपर्यायेषु' 'सर्वद्रव्यपर्यायेषु केवलस्येति ॥२॥ અર્થ- આ ધર્મઆદિ ચાર અને જીવો-એમ પાંચ દ્રવ્યો છે. કહ્યું છે કે (અ. ૧ - સૂ. ૨૭ માં) મતિયુતનો વ્યાપાર સર્વદ્રવ્યોમાં અને કેટલાક પર્યાયોમાં. તેમજ (અ. ૧- સૂ૩૦ માં) કેવળજ્ઞાનનો વ્યાપાર સર્વ દ્રવ્યોમાં અને સર્વ પર્યાયોમાં હોય છે. (એમ દ્રવ્ય શબ્દનો પ્રયોગ કર્યો છે.) રા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org