________________
૧૪૮
તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૫
પૂર્વ (અ. ૨- સૂ. ૮/લ્માં) કહેલ છે અને યોગ (વિષે) તો આગળ (છઠ્ઠા અધ્યાયમાં) કહેવાશે.
I૪૪
* ઉપસંહાર *
અધ્યાય નવમાના સૂત્ર ૩૭ માં સંસ્થાન સમ્બન્ધી વિચારણા તે ધર્મધ્યાન છે. એમ કહેલ છે. અને સંસ્થાન સંબંધી સુંદર વિચારણા આ પાંચમા અધ્યાયમાં વણાયેલ છે. ચૌદ રાજલોકમાં શું શું છે ? તેનું વર્ણન આ અધ્યાયમાં છે. વળી, આ અધ્યાયમાં એટલી સૂક્ષ્મતાભર્યું વર્ણન છે કે જે સમજવાથી શ્રી વીતરાગ-સર્વજ્ઞ પરમાત્મા ઉપર અખૂટ શ્રદ્ધા થયા વિના રહે નહિ. અને જેમ જેમ શ્રદ્ધા વધે તેમ તેમ સમ્યક્ત્વગુણની દ્રઢતા પણ વધે છે. જો કે આ આખો ગ્રન્થ સમકિતનું કારણ છે. આ ગ્રન્થનું નામ જ સમકિત સૂચક છે. શ્રી તત્વાર્થાધિગમ-તત્વાર્થનો અધિગમ. અધિગમ એ જ સમકિતનું કારણ છે. કહ્યું જ છે સૂત્રમાં-તત્રસધિમિદ્ધિ II૧-all
એટલે આ અધ્યાયનો જેમ જેમ અભ્યાસ જોરદાર, તેમ તેમ વીતરાગ શાસન પર પ્રેમ અર્થાત્ શ્રી વીતરાગ શાસન પર શ્રદ્ધા તીવ્ર બને છે. કેમકે આટલુ સૂક્ષ્મતા ભર્યું વર્ણન કરવા શ્રી વીતરાગ સર્વજ્ઞ સિવાય કોઈ સમર્થ નથી.
ટૂંકમાં- આ અધ્યાયમાં બહુલતાએ અજીવનું વર્ણન, તેમજ જીવ સહિત દ્રવ્યનું લક્ષણ, અજીવના ભેદ, દ્રવ્યોનું કથન, દ્રવ્યોમાં સાધમ્ય-વૈધમ્યપણું, પ્રદેશોની સંખ્યા, દ્રવ્યોના આધારનું વર્ણન, તેના કાર્યો, કાર્ય દ્વારા કાળનું લક્ષણ, પુદગલના અસાધારણ પર્યાય, પુદ્ગલના સ્કંધ- પરમાણુની વિચારણા, સત્ નું લક્ષણ, નિત્ય-અનિત્યપણાની સમજણ, પરિણામનું સ્વરૂપ, ગુણ-પર્યાયની વિચારણા પરિણામના ભેદ વગેરે વિવિધ પ્રકારની સમજણથી ભરપૂર આ અધ્યાય છે.
પાંચ અધ્યાય મળી કુલ સૂત્ર ૨૦૨ (બસો બે) થયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org