________________
સૂત્ર-૩૮
સભાગ-ભાષાંતર
૧૪૫
भाष्यम्- अत्राह-परमाणुषु स्कन्धेषु च ये स्पर्शादयो गुणास्ते किं व्यवस्थितास्तेषु आहोस्विदव्यवस्थिता इति ?, अत्रोच्यते- अव्यवस्थिताः, कुतः ?, परिणामात् । अत्राह-द्वयोरपि बध्यमानयोर्गुणवत्त्वे सति कथं परिणामो भवतीति ?, उच्यतेઅર્થ- (જિજ્ઞાસુ) અહીં પૂછે છે કે પરમાણમાં અને સ્કન્ધોમાં જે સ્પર્શાદિ ગુણો છે તે શું વ્યવસ્થિત છે ? કે તેઓમાં અવ્યવસ્થિતતા છે ? (ઉત્તરકાર) અવ્યવસ્થિત છે. (જિજ્ઞાસુ) શાથી ? પરિણમન હોવાથી. (જીજ્ઞાસુ) પૂછે છે કે બંધાતા (અણુ-સ્કન્ધાદિ) બંને માં ગુણવત્પણું હોવા છતાં એટલે પરસ્પર બંને બાંધવાના ગુણવાળા હોતે છતે પણ કેવી રીતે પરિણામ થાય છે. (ઉત્તરકાર) કહેવાય છે.
सूत्रम्- बन्धे समाधिको पारिणामिकौ ॥५-३६॥ અર્થ- બન્ધ હોતે છતે સરખા ગુણવાળાનો સરખા ગુણવાળા સાથે પરિણામ થાય અને હનગુણવાળાનો અધિકગુણવાળા સાથે પરિણામ થાય. (અર્થાત બંધમાં સરખા ગુણવાળાપણે અને અધિક ગુણવાળાપણે પરિણમે.)
भाष्यम्- बन्धे सति समगुणस्य समगुणः परिणामको भवति, अधिकगुणो हीनस्येति ॥३६॥ અર્થ- બન્ધ હોતે છતે સરખા (તુલ્ય) ગુણનો સરખાગુણપણે (સરખાગુણમાં) પરિણામ થાય (અને) હનગુણવાળાનો અધિકગુણપણે (અધિકગુણમાં) પરિણામ થાય. ૩૬
भाष्यम्- अत्राह-उक्तं भवता द्रव्याणि जीवाश्चेति, तत् किमुद्देशत एव द्रव्याणां प्रसिद्धि: आहोस्विल्लक्षणतोऽपीति ?, अत्रोच्यते- लक्षणतोऽपि प्रसिद्धः, तदुच्यतेઅર્થ- (જિજ્ઞાસુ) અહીં કહે છે કે આપશ્રીએ (અ. ૫- સૂ. ૨ માં) ફરમાવ્યું છે કે એ (ધર્માદિચાર અને) જીવ એ દ્રવ્યો છે તો શું નામ માત્રથી જ (એટલે કે ઉદ્દેશથી જ) દ્રવ્યોના સ્વરૂપનું જ્ઞાન કરવાનું ? કે લક્ષણોથી પણ જ્ઞાન કરવાનું છે ? (ઉત્તરકાર) કહેવાય છે અહીં- લક્ષણથી પણ જ્ઞાન કરવાનું છે તે કહેવાય છે...
सूत्रम्- गुणपर्यायवद् द्रव्यम् ॥५-३७॥ અર્થ- ગુણ અને પર્યાયવાળું દ્રવ્ય છે.
भाष्यम्- गुणान् लक्षणतो वक्ष्यामः, भावान्तरं संज्ञान्तरं च पर्यायः, तदुभयं यत्र विद्यते तद् द्रव्यम्, गुणपर्याया अस्य सन्ति अस्मिन् वा सन्तीति गुणपर्यायवत् ॥३७॥ અર્થ- સૂ. ૪૦ માં ગુણોને લક્ષણથી કહીશું (સમજાવીશું). સ્વરૂપથી અન્યરૂપે થવું તે અને એક જ અર્થનું ભિન્ન ભિન્ન નામ તે પર્યાય. બંને જ્યાં હોય (અર્થાત્ જેમાં હોય) તે દ્રવ્ય કહેવાય. ગુણ અને પર્યાયો જેના છે અથવા જેમાં છે તે ગુણપર્યાયવાળું (અને ગુણપર્યાયવાળા તે દ્રવ્ય) ૩ણા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org