________________
સૂત્ર-૨૩
સભાખ્ય-ભાષાંતર
૧૩૦
સેવક્ત-એક દિશામાં રહીને દૂરના ક્ષેત્રને પર કહે છે અને નજીકના ક્ષેત્રને અપર કહે છે. (જેમકે, અમદાવાદથી શત્રુંજય અપર છે અને સમેતશિખર પર છે, પરત્વ અને અપરત્વ પરસ્પર સાપેક્ષ છે.) કાલા-તે આ પ્રમાણે, સોળ વરસથી સો વર્ષ વાળો પર (મોટો) છે, અને સો વરસથી સોળ વરસવાળો અપર (નાનો) છે. (દિy = સોળ). એ પ્રમાણે પ્રસંશાકૃત અને ક્ષેત્રકૃત એ પરત્વ-અપરત્વ છોડીને વર્તનાદિ કાળકૃત છે. તે કાળનો ઉપકાર (પ્રયોજન) છે. (અહીં પરવાપરત્વના ત્રણ ભેદમાંથી પ્રશંસાકૃત અને ક્ષેત્રકૃત નથી લેવાનું, માત્ર કાળકૃત લેવાનું છે.) રરા
भाष्यम्- अत्राह-उक्तं भवता शरीरादीनि पुद्गलानामुपकार इति, पुद्गला इति च तन्त्रान्तरीया जीवान् परिभाषन्ते, स्पर्शादिरहिताश्चान्ये, तत्कथमेतदिति, अत्रोच्यते, અર્થ- (જિજ્ઞાસુ) અહીં પ્રશ્ન કરે છે કે (અ. ૫. સૂ ૧૯ ના ભાગમાં) શરીરાદિ એ પુગલોનો ઉપકાર છે. પણ ઈતરદર્શનીતો જીવોને જ પુગલો કહે છે, કેટલાક (તો પુદગલને) સ્પર્ધાદિ રહિત માને છે. તો તે શી રીતે (સંભવે) ? (ઉત્તરકાર) કહેવાય છે અહીં...
भाष्यम्- एतदादिविप्रतिपत्तिप्रतिषेधार्थं विशेषवचनविवक्षया चेदमुच्यतेઅર્થ- ઈત્યાદિ વિપરીત માન્યતાના નિષેધ માટે વિશેષ કથન વડે કહેવાની ઈચ્છાથી આ કહેવાય છે.
સૂત્રy-w-રર--વર્ષાવત પુરાના વરરા અર્થ- પુદગલો સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા હોય છે.
भाष्यम्- स्पर्शः रसः गन्धः वर्ण इत्येवं लक्षणाः पुद्गला भवन्ति । અર્થ- સ્પર્શ, રસ, ગન્ધ (અને) વર્ણ એ લક્ષણવાળા પુદ્ગલો છે.
भाष्यम्- तत्र स्पर्शोऽष्टविधः-कठिनो मृदुर्गुरुर्लघुः शीत उष्णः स्निग्धः रूक्ष इति, रस पञ्चविधः-तिक्तः कटुः कषायोऽम्लो मधुर इति, गन्धो द्विविधः-सुरभिरसुरभिश्च, वर्णः पञ्चविधा-कृष्णो नीलो लोहितः पीतः शुक्ल इति ॥२३॥ किञ्चान्यत्અર્થ- તેમાં સ્પર્શ આઠ પ્રકારે- કઠણ (કર્કશ), મૃદુ (સુંવાળો), ગુરૂ (ભારે), લઘુ (હલકો), શીત (ઠંડો), ઉષ્ણ (ગરમ), સ્નિગ્ધ (ચીકણો) અને રૂક્ષ (લુખો).
રસ પાંચ પ્રકારે- તીખો, કડવો, તુરો, ખાટો અને મીઠો. ગન્ધ બે પ્રકારે- સુગંધ અને દુર્ગધ.
વર્ણ પાંચ પ્રકારે કાળો, લીલો, લાલ, પીળો, અને સફેદ. રયા વળી......
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org