________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
नुनादमहास्वनाः कृष्णा वर्धमानचिह्नाः स्तनितकुमाराः, ऊरुकटिष्वधिकप्रतिरूपाः कृष्णश्यामा मकरचिह्ना उदधिकुमाराः, उरः स्कन्धबाह्वग्रहस्तेष्वधिकप्रतिरूपाः श्यामावदाताः सिंहचिह्ना द्वीपकुमाराः, जङ्घाग्रपादेष्वधिकप्रतिरूपाः श्यामा हस्तिचिह्ना दिक्कुमाराः, सर्वेऽपि विविधवस्त्राभरणा મવન્તીતિ IKI
૯૮
અર્થ- ત્યાં-રત્નપ્રભામાં જાડાઈના અર્ધભાગનું અવગાહન કરીને મધ્યમાં ભવનો છે અને (તેઓ) ભવનોમાં' વસે છે માટે ભવન વાસી. આ દેવોને ભવનિમિત્તવાળી અને નામકર્મના નિયમથી સ્વાતિ વિશેષમાં નિયત વિક્રિયાઓ હોય છે. તે વિવિધરૂપો (વિક્રિયાઓ) આ રીતે, ગંભીર સર્વાંગસુંદર, કાળા, મહાકાય, રત્નજડિત મુકુટ, દેદીપ્યમાન ચુડામણીના ચિહ્નવાળા અસુરકુમારો હોય છે. મસ્તક અને વદને વધુ રૂપાળા, કાળા, શ્યામ, મૃદુ, લલિતગતિવાળા, મસ્તકે ફણાના ચિહ્નવાળા નાગકુમારો હોય છે. સ્નિગ્ધ, ચમકતા, સ્વચ્છ વજ્રચિહ્નવાળા વિદ્યુત્ક્રુમારો હોય છે. અધિક દેખાવડી ડોક અને છાતીવાળા, શ્યામવર્ણવાળા, ખૂબસુરત, ગરુડચિહ્નવાળા સુવર્ણકુમાર હોય છે. માન-ઉન્માન અને પ્રમાણથી યુક્ત દેદીપ્યમાન, ઉજ્જવળ, ઘટના ચિહ્નવાળા અગ્નિકુમારો હોય છે. સ્થિર, પુષ્ટ અને ગોળ અવયવોવાળા, ગંભીર પેટવાળા અને ઘોડાના ચિહ્નવાળા મનોજ્ઞ વાયુકુમાર હોય છે. સ્નિગ્ધ અને ગંભીર એવા મીઠા સ્વરવાળા, શ્યામવર્ણવાળા, વર્ધમાનના ચિહ્નવાળા સ્તનિતકુમાર હોય છે. સાથળ અને કેડ (કમર) માં વધુ રૂપાળા, શ્યામ વર્ણવાળા, મકર (મગર) ના ચિહ્નવાળા ઉદધિકુમારો હોય છે. છાતી, ખભા, ભુજ અને અગ્રહસ્તમાં વિશેષરૂપવાળા શ્યામ, સ્વચ્છ, સિંહ ચિહ્નવાળા દ્વીપકુમારો હોય છે. સાથળ અને પગના આગલા ભાગમાં અધિકરૂપવાળા, શ્યામ વર્ણવાળા, હસ્તિ ચિહ્નવાળા દીકુમારો હોય છે.
બધા જ કુમારો વિવિધ વસ્ત્રો અને આભૂષણો વાળા હોય છે. I॥૧૧॥
સૂત્રમ્- અંતા: વિન્ન-પુિરુષ-મહોરા-ચર્ચ-યક્ષ-રાક્ષસ-ભૂત-પિશાચ:।।૪-શા અર્થ- વ્યતંરદેવો-કિન્નર, કિંપુરુષ, મહોરગ, ગન્ધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચો એમ આઠ પ્રકારે છે.
અધ્યાય – ૪
भाष्यम्- अष्टाविधो द्वितीयो देवनिकायः, एतानि चास्य विधानानि भवन्ति, अधस्तिर्यगूर्ध्वं च त्रिष्वपि लोकेषु भवननगरेष्वावासेषु च प्रतिवसन्ति ।
અર્થ- આઠ ભેદે બીજી (દેવ)નિકાય છે. તેના આ (ઉપર-સૂત્રોક્ત) ભેદો છે. અધોલોક, તિર્છાલોક અને ઊર્ધ્વલોક એમ ત્રણેય લોકમાં-ભવનમાં, નગરમાં અને આવાસોમાં (વ્યન્તરો) રહે છે.
૧. ભવનો સાતક્રોડને બહોતેર લાખ છે. દરેકમાં એકેક ચૈત્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org