________________
૧૧૦
તન્યાર્થીધિર
અધ્યાય - ૪
(નારકી) માં ગમનવિષયક અને તીર્ફે અસંખ્ય હજાર કોટાકોટી સુધી (ગમન શક્તિ ધરાવે છે.) તેનાથી આગળ (બે સાગરોપમથી આગળ) ની જઘન્ય સ્થિતિવાળા દેવો (સાતમાંથી) એક-એક ઓછી ઓછી ભૂમિ સુધી અર્થાત્ એક-એક ભૂમિ ઓછી કરતા ત્રણ ભૂમિ સુધી (ગમન શક્તિ ધરાવે છે.) દેવો ત્રીજી નરક (સુધી) માં પૂર્વસંબન્ધાદિ માટે ગયા છે અને જશે. આગળ ગમન શકિત હોવા છતાં પૂર્વસમ્બન્ધાદિ માટે ગયા નથી અને જશે નહિ. મહાન ઉદારવૃત્તિવાળા હોવાથી અને ઉદાસિનપણા (ઉત્તમ માધ્યસ્થવૃત્તિ) થી ઉપરના દેવો ગમનમાં રક્ત નથી હોતા.
भाष्यम्- सौधर्मेशानयोः कल्पयोर्देवानां शरीरोच्छ्रायः सप्त रत्नयः, उपर्युपरि द्वयोर्द्वयोरेकैका रनिहींना आसहस्रारात्, आनतादिषु तिम्र: ग्रैवेयकेषु द्वे, अनुत्तरे एका इति। અર્થ- સૌધર્મ-ઈશાન દેવલોકના દેવોના શરીરની ઉચાઈ સાત હાથ હોય છે. ઉપર-ઉપરના બબ્બે આદિ (૨-૨-૨-૨) દેવલોકના દેવોની એક-એક હાથ (પ્રમાણ) ઘટાડતાં સહસ્ત્રાર સુધી (ચાર હાથનું શરીર), આનત આદિ (૪) માં ત્રણ હાથ (પ્રમાણ શરીર), રૈવેયકો માં બે (હાથ પ્રમાણ શરીર), અનુત્તરોમાં એક (હાથ પ્રમાણ શરીર હોય છે.)
भाष्यम्- सौधर्मे विमानानां द्वात्रिंशच्छतसहस्राणि, अशानेऽष्टाविंशतिः, सनत्कुमारे द्वादश, माहेन्द्रेऽष्टौ, ब्रह्मलोके चत्वारि शतसहस्राणि, लान्तके पञ्चाशत्सहस्राणि, महाशुक्रे चत्वारिंशत्, सहस्रारे षट्, आनतप्राणतारणाच्युतेषु सप्त शतानि, अधो ग्रैवेयकाणां शतमेकादशोत्तरम्, मध्ये सप्तोत्तरम्, उपर्येकमेव शतम् अनुत्तराः पञ्चैवेति ।। અર્થ- સૌધર્મમાં વિમાનોની (સંખ્યા) બત્રીસ લાખ, ઈશાનમાં અઠ્યાવીસ લાખ, સનસ્કુમારમાં બાર લાખ, મહેન્દ્રમાં આઠ લાખ, બ્રહ્મલોકમાં ચાર લાખ, લાન્તકમાં પચાસ હજાર, મહાશુક્રમાં ચાલીસ હજાર, સહસ્ત્રાર માં છ હજાર, આનત-પ્રાણત-આરણ-અર્ચ્યુત (ચારેય મળી) માં સાતસો, નીચેના (ત્રણ) રૈવેયકમાં એકસો અગ્યાર, મધ્ય (ત્રણ) માં એકસો સાત, ઉપર (ત્રણ) માં સો (૧૦) અને અનુત્તરમાં પાંચ જ. આ પ્રમાણે (વિમાનોની સંખ્યા છે.)
भाष्यम्- एवमूर्ध्वलोके वैमानिकानां सर्वविमानपरिसङ्ख्या चतुरशीतिः शतसहस्राणि सप्तनवतिश्च सहस्राणि त्रयोविंशानीति । स्थानपरिवारशक्तिविषयसंपत्स्थितिष्वल्पाभिमाना: परमसुखभागिन उपर्युपरीति ॥ અર્થ- એ પ્રમાણે ઊર્ધ્વલોકમાં વૈમાનિકોનાં સર્વ વિમાનોની (કુલ) સંખ્યા ચોર્યાસી લાખ, સત્તાણું હજાર, ત્રેવીસ (૮૪૯૭૦ર૩) છે. સ્થાન (દેવલોક સ્થાન), (દેવદેવીનો) પરિવાર, શકિત, (ઈન્દ્રિયો અથવા અવધિજ્ઞાનનો) વિષય, સમ્પત્તિ અને (આયુષ્યની) સ્થિતિમાં (વધારે વધારે હોવા છતાં
૧. પરમાત્મા ભક્તિ સિવાય ગમનમાં ખાસ રકત નથી હોતા તેમ સમજવું. ૨. એ પહેલે સ્વર્ગે લાખ બત્રીસ..' સકલતીર્થ– એક વિમાનમાં એક ચૈત્ય હોય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org