________________
તવાધિગમ સૂત્ર
અધ્યાય - ૩
અર્થ- રત્નપ્રભા', શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ:પ્રભા, મહાતમ:પ્રભા-આ સાત પૃથ્વીઓ-પ્રત્યેક પૃથ્વીઓ નીચે ઘટ્ટ પાણી, નીચે ઘટ્ટ વાયુ, નીચે પાતળો વાયુ અને નીચે આકાશને આધારે રહેલી છે.
भाष्यम्- रत्नप्रभाया अधः शर्कराप्रभा, शर्कराप्रभाया अधो वालुकाप्रभा, इत्येवं शेषाः, अम्बुवाताकाशप्रतिष्ठा इति सिद्धे घनग्रहणं क्रियते यथा प्रतीयते घनमेवाम्बु अधः पृथिव्याः, वातास्तु घनास्तनवश्चेति,। અર્થ- રત્નપ્રભા (ભૂમિ)ની નીચે શર્કરા પ્રભા, શર્કરા પ્રભાની નીચે વાલુકાપ્રભા, એ પ્રમાણે બાકીની બધી જાણવી. ‘પાણી-વાયુ-આકાશ ઉપર રહેલી' એ પ્રમાણે કહેવાથી સિદ્ધ હોવા છતાં પણ ઘન’ શબ્દનું ગ્રહણ કરાયું છે, (તો) તેનો આ અર્થ જણાય છે કે પૃથ્વીની નીચે પાણીથી’ ઘટ્ટ જ પાણી લેવું અને વાયુ તો ઘટ્ટ અને પાતળો (બને) સમજવા.
भाष्यम्- तदेवं खरपृथिवी पङ्कप्रतिष्ठा, पङ्को घनोदधिवलयप्रतिष्ठो, घनोदधिवलयं घनवातवलयप्रतिष्ठं, घनवातवलयं तनुवातवलय प्रतिष्ठं, ततो महातमोभूतमाकाशम्, सर्वं चैतत्पृथिव्यादि तनुवातवलयान्तमाकाशप्रतिष्ठम्, आकाशं त्वात्मप्रतिष्ठम्, उक्तमवगाहनमाकाशस्येति । અર્થ- તે આ પ્રમાણે, ખરપૃથિવી (રત્નપ્રભાનો પહેલો કાંડ)- પંક (કાદવ) ના આધારે રહેલી છે, પંક-ઘટ્ટપાણીના વલય ઉપર રહેલ' છે, ઘટ્ટપાણીનો વલય-ઘટ્ટ (થીજેલા) વાયુના વલયના આધારે રહેલ છે, ઘટ્ટવાયુનો વલય-પાતળાવાયુના વલયના આધારે રહેલ છે. ત્યારબાદ વિરાટુ અંધકારરૂપ આકાશ છે. નરક પૃથ્વીથી આંરભી તનુવાતના વલય સુધીનું આ બધું આકાશના આધારે પ્રતિષ્ઠિત છે. આકાશ તો આત્મપ્રતિષ્ઠિત છે, જેથી (કાવારીચોવી/અ. ૧, મૂ. ૨૮ મી કહ્યું છે કે આકાશ એ અવગાહના (જગ્યા) આપનાર છે.
भाष्यम्- तदनेन क्रमेण लोकानुभावसंनिविष्टा असङ्ख्येययोजनकोटीकोट्यो विस्तृताः सप्त भूमयो रत्नप्रभाद्याः॥ सप्तग्रहणं नियमा), रत्नप्रभाद्या माभूवनेक्शो ह्यनियतसङ्ख्या इति, किंचान्यत्-अधः सप्तैवेत्यवधार्यते, ऊर्ध्वं त्वेकैवेति वक्ष्यते। અર્થ- આ ક્રમ પ્રમાણે-લોક સ્વભાવે રહેલ રત્નપ્રભા આદિ સાતેય પૃથ્વીઓ અસંખ્યકોડાકોડી યોજન પ્રમાણ વિસ્તૃત (વિસ્તારવાળી) છે. ચોક્કસતા દર્શાવવા સાતનું ગ્રહણ કર્યું છે. (સાત જ પૃથ્વી
૧. રત્નપ્રધાન હોવાથી રત્નપ્રભા કહેવાય છે, શર્કરા = કાંકરા, કાંકરા વધારે હોવાથી શર્કરા પ્રભા, વાલુકા = રેતી, રેતી વધારે હોવાથી વાલુકાપ્રભા,
પક = કાદવ, કાદવ વધારે હોવાથી પંકપ્રભા, ધૂમ = ધૂમાડો, ધૂમાડો વધારે હોવાથી ધૂમપ્રભા, તમ: = અંધકાર, અંધકાર વધારે હોવાથી તમપ્રભા અને મહાતમઃ = ગાઢ અંધકાર, ગાઢ અંધકાર વધારે હોવાથી મહાતમ:પ્રભા કહેવાય છે. ૨. ખરકાંડ એ પંકકાંડના આધારે, પંકકાંડ એ જલબહુલકાંડના આધારે અને જલબહુલકાંડ એ ઘનોદધિના આધારે રહેલ છે. પરંતુ ઘનોદધિ
એ જલસ્વરૂપ જ હોવાથી-જલકાંડનો તેમાં સમાવેશ કરવાથી જૂદો ગણાવેલ નથી (બરકાંડ-૧૬ હજાર યોજન, પંકકાંડ-૮૪ હજાર યોજન, જલબહુલકાંડ-૭ હજારયોજન એટલે રત્નપ્રભા પૃથ્વીની જડાઈ એકલાખ એંશી હજાર યોજન થાય.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org