________________
સૂર-૫
સભાખ્ય-ભાષાંતર
बालतपसश्च भावदोषानुकर्षिण: फलं यत्सत्स्वप्यन्येषु प्रीतिहेतुष्वशुभभावा एव प्रीतिहेतवः समुत्पद्यन्ते, इत्येवमप्रीतकर निरन्तरं सुतीव्र दुखमनुभवतां मरणमेव काङ्क्षतां तेषां न विपत्तिरकाले विद्यते कर्मनिर्धारितायुषाम्, उक्तं हि-औपपातिकचरमदेहोत्तमपुरुषासङ्ख्येयवर्षायुषोऽनपवायुष इति, नैव तत्र शरणं विद्यते, नाप्यपक्रमणम्, ततः कर्मवशादेव दग्धपाटितभिन्नच्छिन्नक्षतानि च तेषां सद्य एव संरोहन्ति शरीराणि दण्डराजिरिवाम्भसीति । एवमेतानि त्रिविधानि दुःखानि नरकेषु नारकाणां भवन्तीति ॥५॥ અર્થ- તે (પરમાધામીકૃત વેદના) આ રીતે, (૧) અમ્બ, (૨) અમ્બરીષ, (૩) શ્યામ, (૪) શબલ, (૫) રુદ્ર, (૬) ઉપદ્ર, (૭) કાલ, (૮) મહાકાલ, (૯) અસિ, (૧૦) અસિપત્રવન, (૧૧) કુલ્મી, (૧૨) વાલુકા, (૧૩) વૈતરણી, (૧૪) ખરસ્વર અને (૧૫) મહાઘોષ-આ પંદર મિથ્યાદિ પૂર્વ જન્મમાં સંકિલષ્ટ કર્મવાળા પાપમાં આનંદવાળા પરમાધાર્મિકો આસુરીગતિ પામેલ હોય છે. - તેઓ કર્મફલેશથી ઉત્પન્ન થયેલી વેદનાઓ તત્રકારના સ્વભાવથી નારકોને વિચિત્ર નવાનવા તુક્કાઓવડે આપ્યા કરે છે. - તે (વેદના) આ રીતે, (નારકોને) તપાવેલા લોઢાનો રસ પીવડાવવો, લાલચોળ તપાવેલા લોઢાના થાંભલા સાથે આલિંગન કરાવવું, કાંટાવાળા શાલ્મલિવૃક્ષ પર ચઢાવવું-ઉતારવું, લોઢાના ઘણ વડે ઘા કરવા, વાંસલા અને ખરપાથી છોલીને ખારવાળું ઉકળતું તેલ શરીર નાંખવું, લોઢાના કુંભ (ઘાણીમાં) રાંધવું, કઢાયામાં શેકવું, યંત્રમાં પીલવું, લોઢાના ત્રિશૂળના સળીયાઓ વડે ભેદવું, કરવત વડે ચીરવું, અંગારાવડે બાળવું, વાહનો તથા સિંહ, વાઘ, દીપડો, કૂતરા, શિયાળ, નહાર, વરુ (કોક), બિલાડા, નોળીયા, સાપ, વાયસ, ગીધ, કાક, ઘુવડ, બાજ આદિ (રૂપ કરીને) તે વડે (દુ:ખ આપે છે) ખાય છે. તેમજ ધગધગતી રેતીમાં ધકેલવું, તલવાર જેવા પાંદડાવાળા જંગલ પ્રદેશમાં પેસાડવું, વૈતરણી (લોહી-પરૂવાળી) નદીમાં ઉતારવું, પરસ્પર લડાવવું- ઈત્યાદિ પ્રકારોથી (દુ:ખો આપે છે.) (પ્રમ્બકાર-) એમ હશે. પરંતુ તેઓ શા માટે આવું કરતાં હશે ? (ઉત્તરકાર-) કહેવાય છે અહીં-પાપકર્મમાં તેઓ રત (આનન્દિત) હોય છે. એ પ્રમાણે કહ્યું (જ) છે.
તે આ પ્રમાણે- જેમ શ્રેષ્ઠબળદ, પાડા, વરાહ(ભુંડ), મેષ(ઘેટાં), કૂકડા, વાર્તક, લાવકને તેમજ મુષ્ટિથી લડનારા મલ્લો, યુદ્ધ કરતા અને પરસ્પર હણાતા તેઓને જોતાં રાગદ્વેષથી પરાભવ પામેલાં પાપનુબંધિપુણ્યવાળા મનુષ્યોને પ્રીતિ ઉત્પન્ન થાય છે (આનંદ આવે છે). તેમ અસુરોનું નારક પ્રતિ. - તે પ્રમાણે નારકોને તે તે રીતે કરાવતા અને પરસ્પર હણતા એવા તેઓને જોતા અસુરોને અત્યન્ત પ્રીતિ થાય છે.
દુષ્ટ ચેષ્ટાવાળા તે (પરમાધાર્મિકો) તથા પ્રકારના નારકોને જોઈને અટ્ટહાસ્ય (ખડખડાટ) હસે છે, વસ્ત્રો ઉડાડે છે, ચપટી વગાડે છે, હથેળી ઠોકીને વગાડતા વાજિંત્રો વગાડે છે અને મોટા સિંહનાંદો કરે છે. અને તેઓને દેવપણું હોવા છતાં તેમજ બીજા ઈચ્છિત-પ્રીતિ-આનંદ કરવાનાં સાધનો હોવા છતાં માયાશલ્ય, નિયાણશલ્ય અને મિથ્યાત્વશલ્યને લીધે તીવ્રકષાયથી હણાયેલ અને ભાવદોષની આલોચના વિનાનાં, પાપો પ્રતિ બેપરવા, પાપાનુબંધી પુણ્યવાળા, ભાવદોષને ખેંચનાર બાળતપના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org