________________
સૂત્ર-૧
સભાખ્ય-ભાષાંતર
૬૫
નીચે છે.) રત્નપ્રભા વગેરે દરેક અનિયત સંખ્યાવાળી ન થાય માટે સાતનું ગ્રહણ કર્યું છે. (જેમકે રત્નપ્રભાનું પહેલું કાંડ સોળ પ્રકારનું છે.)
વળી બીજું, નીચે સાત જ (પૃથ્વી) છે. એમ નક્કી ધારવું. ઉપર તો એક જ છે તે કહેવાશે. (સિદ્ધશિલા).
भाष्यम्- अपिच-तन्त्रान्तरीया असङ्ख्येयेषु लोकधातुष्वसङ्ख्येयाः पृथिवीप्रस्तारा इत्यध्यवसिताः तत्प्रतिषेधार्थं च सप्तग्रहणमिति । અર્થ વળી, બીજા દર્શનકારો (બૌદ્ધો) અસંખ્ય લોક ધાતુથી અસંખ્ય પૃથ્વીઓ માને છે. તેનો નિષેધ કરવા માટે સાતનું ગ્રહણ કર્યું છે.
भाष्यम्- सर्वाश्चैता अधोऽधः पृथुतरा: छत्रातिच्छत्रसंस्थिताः, घर्मा वंशा शैला अञ्जना रिष्ठा माघव्या माघवीति चासां नामधेयानि यथासङ्ख्यमेवं भवन्ति, रत्नप्रभा घनभावेनाशीतं योजनशतसहस्रं, शेषा द्वात्रिंशदष्टाविंशतिविंशत्यष्टादशषोडशाष्टाधिकमिति । અર્થ- આ બધી પૃથ્વીઓ નીચે-નીચે પહોળી-પહોળી (એક કરતાં બીજી પહોળી, બીજી કરતાં ત્રીજી પહોળી એમ) છત્રાતિછત્રના આકારે રહેલ છે. તેના નામ અનુક્રમે ઘમ્મા, વંશા, શેલા, અંજણા, રિઝા, મઘા અને માઘવતી આ પ્રમાણે છે. રત્નપ્રભાની જાડાઈ એક લાખ એંશી હજાર યોજન, બાકીનીની (એટલે શર્કરા પ્રભા આદિની).
(શર્કરા પ્રભાની) - એક લાખ બત્રીસ હજાર, (વાલુકાપ્રભાની) – એક લાખ અઠ્યાવીસ હજાર, (પંકપ્રભાની) - એક લાખ વીસ હજાર, (ધૂમપ્રભાની) - એક લાખ અઢાર હજાર, (તમ: પ્રભા) – એક લાખ સોળ હજાર, (મહાતમ પ્રભા) - એક લાખ આઠ હજાર. એ પ્રમાણે.
भाष्यम्- सर्वे घनोदधयो विंशतियोजनसहस्राणि, घनवाततनुवातास्त्वसङ्ख्येयानि, अधोऽधस्तु घनतरा विशेषेणेति ॥१॥ અર્થ- બધા ઘનોદધિ વીસ હજાર યોજનના હોય છે અને ઘનવાત તથા તનુવાત અસંખ્યય યોજનના છે. નીચે નીચે વધારે ઘનતર છે. ૧il.
૧. બંને જૂદા જૂદા નામો પૈકી એક પૃથ્વીનું નામ અને એક-ગોત્રનું નામ છે. ૨. એટલે કે સાત વનોદધિ એક સરખા માપના છે. જ્યારે ઘનવાત-તનવાત અસંખ્યય યોજન છે. પરંતુ પહેલી ભૂમિના નીચે ઘનવાત-તનવાન
કરતાં બીજી ભૂમિના નીચેના ઘનવાત-તનવાતમાં અસંખ્ય પણું વધારે છે. એમ સાતેયનું સમજવું. તે પ્રમાણે આકાશનું પણ સમજવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org