________________
તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૧
उक्तं सम्यग्दर्शनम्, ज्ञानं वक्ष्यामः ॥८॥ અર્થ- સૌથી ઓછા ઔપથમિક (સમ્યગ્દર્શની) છે. તેનાથી અસંખ્યગુણા ક્ષાયિક છે. તેનાથી પણ અસંખ્યગુણા ક્ષાયોપશામક છે. (જ્યારે) સમ્યગ્દષ્ટિઓ તો અનંતગુણા છે. આ પ્રમાણે સર્વ ભાવોનો નામાદિ ન્યાસ કરીને પ્રમાણાદિથી અભિગમ કરવો... સમ્યગ્દર્શન કહ્યું, (હવે) જ્ઞાન કહીશું... દા
सूत्रम्- मतिश्रुतावधिमनःपर्यायकेवलानि ज्ञानम् ॥१-९॥ અર્થ-પતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ-કેવળ એ પાંચેય જ્ઞાન છે.
भाष्यम्- मतिज्ञानं, श्रुतज्ञानं, अवधिज्ञानं, मनःपर्यायज्ञानं, केवलज्ञानमित्येतत् मूलविधानतः पञ्चविधं ज्ञानं, प्रभेदास्त्वस्य पुरस्ताद्वक्ष्यन्ते ॥९॥ અર્થ- મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન-આ પ્રમાણે મૂળભેદની અપેક્ષાએ આ પાંચ જ (ત્તિ = થતાબેવ) જ્ઞાન છે. આ જ્ઞાનના ઉત્તરભેદો (પ્રભેદ) આગળ કહેવાશે. લા.
સૂરમું- તમારે ૨-૨ના અર્થ-તે મત્યાદિજ્ઞાન બે પ્રમાણ સ્વરૂપ છે.
भाष्यम्- तदेतत्पञ्चविधमपि ज्ञानं द्वे प्रमाणे भवतः, परोक्षं प्रत्यक्षं च ॥१०॥ અર્થ-તે પાંચ પ્રકારનું જ્ઞાન બે પ્રમાણ સ્વરૂપ છે. (૧) પરોક્ષ અને (૨) પ્રત્યક્ષ. ૧ના
सूत्रम्- आधे परोक्षम् ॥१-११॥ અર્થ- પ્રથમના બે (સૂત્ર નં ૯ ના ક્રમાનુસાર મતિ-શ્રુતજ્ઞાન) જ્ઞાન પરોક્ષ પ્રમાણ છે. भाष्यम्- आदौ भवमाद्यं, आद्ये सूत्रक्रमप्रामाण्यात् प्रथमद्वितीये शास्ति, तदेवमाद्ये मतिज्ञानश्रुतज्ञाने परोक्षं प्रमाणं भवतः, कुतः?, निमित्तापेक्षत्वात्, अपायसद्व्यतया मतिज्ञानं, तदिन्द्रियानिन्द्रि यनिमित्तमिति वक्ष्यते, तत्पूर्वकत्वात्परोपदेशजत्वाच्च श्रुतज्ञानम् ॥११॥ અર્થ- આદિમાં રહેલું હોય તે આદ્ય કહેવાય. સૂત્રક્રમાનુસાર પહેલા અને બીજા જ્ઞાનનું કથન કરેલું છે. તે આદિના બે આ પ્રમાણે- (૧) મતિજ્ઞાન અને (૨) શ્રુતજ્ઞાન એ બે પરોક્ષ પ્રમાણ છે. તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષજ્ઞાન કેમ (શાથી) છે (જવાબ) નિમિતની અપેક્ષા હોવાથી અપાય અને સદ્રવ્યવડે તે મતિજ્ઞાન પરોક્ષ છે. તે (મતિજ્ઞાન) ઈન્દ્રિય અને અનિનિય (મન) થી થાય છે. તે આગળ કહેવાશે. શ્રુતજ્ઞાન- તે (મતિજ્ઞાન) પૂર્વકનું હોવાથી તેમજ પરોપદેશથી ઉત્પન્ન થતું હોવાથી (પરોક્ષ) છે. ૧૧
૧. અપાય (મતિજ્ઞાન) સહિતવાળા સમજવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org