________________
તત્તાથધિગમ સૂત્ર
અધ્યાય - ૨
सूत्रम्- अनादि सम्बन्थे च ॥२-४२॥ અર્થ-તે બે (શરીરો જીવ સાથે) અનાદિ કાળથી સમ્બન્ધ ધરાવે છે.
भाष्यम्- ताभ्यां तैजसकार्मणाभ्यामनादिसंबन्ध इति ॥४२॥ અર્થ-તે તૈજસ કામણ શરીર સાથે (જીવનો) સમ્બન્ધ અનાદિ કાળથી છે. જરા
સૂર- સર્વચાર-૪રા અર્થ- શરીરધારી સર્વને (તેજસ અને કાર્મણ-આ બે શરીર) હોય છે.
भाष्यम्- सर्वस्य चैते तैजसकार्मणे शरीरे संसारिणो जीवस्य भवतः, एके त्वाचार्य नयवादापेक्षं व्याचक्षते-कार्मणमेवैकमनादिसंबन्धं, तेनैवैकेन जीवस्यानादिः संबन्धोभवतीति, तैजसंतु लब्ध्यपेक्षं भवति, सा च तैजसलब्धिर्न सर्वस्य, कस्यचिदेव भवति, क्रोधप्रसादनिमित्तौ शापानुग्रहौ प्रति तेजोनिसर्गशीतरश्मिनिसर्गकरं, तथा भ्राजिष्णु प्रभासमुदयच्छायानिर्वर्तकं तैजसंशरीरेषु, मणिज्वलनज्योतिष्कविमानवदिति ॥४३॥ અર્થ- સર્વ સંસારી જીવોને આ તૈજસકામણ શરીર હોય છે. કેટલાક આચાર્ય ભગવંતો નયવાદની અપેક્ષાએ કહે છે કે, માત્ર એક કામણ શરીર જ અનાદિ સમ્બન્ધવાળું છે. તે (કાર્મણ) એકલું જ જીવની સાથે અનાદિથી સમ્બન્ધ ધરાવે છે. તેજસ શરીર તો લબ્ધિની અપેક્ષાવાળું છે અને તે તેજસ લબ્ધિ સર્વને નથી હોતી. કોઈકને જ હોય છે. ક્રોધ અને કૃપા છે નિમિત્ત જેનું એવા શ્રાપ અને અનુગ્રહની સન્મુખ બનેલો તેજના છોડવારૂપ અને ઠંડાકિરણોને છોડવારૂપ કાર્ય કરનારૂ તૈજસ શરીર છે. તેમજ દેદીપ્યમાન પ્રભામંડલની આભા ઉત્પન્ન કરનાર (તૈજસ શરીર છે). તૈજસ શરીર મણી, અગ્નિ તથા જ્યોતિષ્ક વિમાનની જેમ તેજ વાળું હોય છે. આવા
सूत्रम्- तदाऽऽदीनिभाज्यानि युगपदेकस्याऽऽचतुर्थ्यः ॥२-४४॥ અર્થ- તે (બે) શરીર વગેરે એક સાથે એક જીવને ચાર શરીર હોઈ શકે. અથવા તે (કાર્પણ શરીર) છે આદિમાં જેને એવા એક સાથે એક જીવને ચાર સુધી શરીર હોઈ શકે છે.
भाष्यम्- ते आदिनी एषामिति तदादीनि, तैजसकार्मणे यावत्संसारभाविनी आदिं कृत्वा शेषाणि युगपदेकस्य जीवस्य भाज्यान्या चतुर्थ्यः । અર્થ- તે આદિ બે-એટલે, આ તે બે (તૈજસ, કામણ) આદિમાં છે જે, તૈજસ અને કાર્મણ. સંસારે ભમવાવાળાને તૈજસ કાર્મણથી લઈને ઔદારિકાદિ (માંથી) એક જીવને એક સાથે ચાર શરીર વિકલ્પ હોઈ શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org