________________
સૂર-૪૫
સભાખ્ય-ભાષાંતર
भाष्यम्- तद्यथा-तैजसकार्मणे वा स्यातां, तैजसकार्मणौदारिकाणि वा स्युः, तैजसकार्मणवैक्रियाणि वा स्युः, तैजसकार्मणौदारिकवैक्रियाणि वा स्युः, तैजसकार्मणौदारिकाहारकाणि वा स्युः, कार्मणमेव वा स्यात्, [कार्मण तैजसे वा स्याताम्], कार्मणौदारिके वा स्याताम्, कार्मणवैक्रिये वा स्याताम्, कार्मणौदारिकवैक्रियाणि वा स्युः, कार्मणौदारिकाहारकाणि वा स्युः, कार्मणतैजसौदारिकवैक्रियाणि वा स्युः, कार्मणतैजसौदारिकाणि वा स्युः । न तु कदाचिद्युगपत्पञ्च भवन्ति, नापि वैक्रियाहारके युगपद्भवतः, स्वामिविशेषादिति वक्ष्यते ॥४४॥ અર્થ- તે આ રીતે, (૧) તૈજસ, કાર્મણ (એમ બે) હોય છે. અથવા (૨) તૈજસ, કાર્મણ, ઔદારિક (એમ ત્રણ) હોય છે, અથવા (૩) તૈજસ, કાર્મણ, વૈક્રિય (એમ ત્રણ) હોય છે. અથવા (૪) તૈજસ, કાર્મણ, ઔદારિક, વૈક્રિય (એમ ચાર) હોય છે, અથવા (૫) તૈજસ, કાર્મણ, ઔદારિક, આહારક (એમ ચાર) હોય છે, અથવા (૬) (ફકત) કામણ (એક) જ હોય છે, અથવા [(૭) કાર્મણ, તેજસ (એમ બે) હોય છે,] અથવા (૮) કાર્મણ, દારિક (એમ બે હોય છે), અથવા (૯) કાર્મણ, વૈક્રિય (એમ બે) હોય છે, અથવા (૧૦) કાર્મણ, ઔદારિક, વૈક્રિય (એમ ત્રણ) હોય છે, અથવા (૧૧) કામણ, ઔદારિક, આહારક (એમ ત્રણ) હોય છે, અથવા (૧૨) કાર્મણ, તેજસ, ઔદારિક, વૈક્રિય (એમ ચાર) હોય છે. (૧૩) કાર્મણ, તેજસ, ઔદારિક (એમ ત્રણ) હોય છે. પરંતુ કયારે પણ એક સાથે પાંચ (શરીર)નથી હોતા. (તેમજ) વૈક્રિય અને આહારક પણ એક સાથે નથી હોતા. સ્વામિવિશેષથી (અ. ૨- સૂ. ૪૮, ૪૯ માં) કહેવાશે. જો
सूत्रम्- निरुपभोगमन्त्यम् ॥२-४५॥ અર્થ- અન્ય (છેલ્લું શરી૨) ઉપભોગ કરતું નથી.
भाष्यम्- अन्त्यमिति सूत्रक्रमप्रामाण्यात्कार्मणमाह, तन्निरुपभोगम्-न सुखदुःखे तेनोपभुज्येते, न तेन कर्म बध्यते, न वेद्यते, नापि निर्जीयत इत्यर्थः, शेषाणि तु सोपभोगानि, यस्मात्सुखदुःखे तैरुपभुज्यते कर्म बध्यते वेद्यते निर्जीर्यते च तस्मात्सोपभोगानीति ॥४५॥ અર્થ- અન્ય એટલે સૂત્રક્રમાનુસાર કાર્મણ કહે છે. તે (કાર્પણ શરીર) ઉપભોગ કરતું નથી. તેનાથી સુખદુ:ખ ભોગવાતું નથી, તેનાથી કર્મ બન્ધાતા નથી, (કર્મ) ભોગવાતા નથી, તેમજ નિર્જરા પણ નથી થતી. બાકીના (ચાર શરીરો) તો ઉપભોગવાળા છે. જેથી સુખદુઃખ તે (શરીરો) વડે ભોગવાય છે, કર્મ બન્ધાય છે, ભોગવાય છે અને નિર્જરા (પણ) થાય છે. તેથી તે ઉપભોગવાળા છે. ૪પ
भाष्यम्- अत्राह-एषां पञ्चानामपि शरीराणां सम्मूर्च्छनादिषु त्रिषु जन्मसु किं क्व जायत इति?, अत्रोच्यतेઅર્થ- અહીં (જિજ્ઞાસુ) કહે છે કે-આ પાંચ શરીરમાંનું કયું (શરીર) સમૂચ્છનાદિ ત્રણ (ગર્ભ, સંગૂર્જન, ઉપપાત) જન્મમાં-કયાં હોય? (ઉત્તરકાર)- અહીં કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org