________________
સભાષ્ય-ભાષાંતર
સૂત્ર-૨૬
૧
भाष्यम्- अवधिज्ञानान्मनः पर्यायज्ञानं विशुद्धतरम्, यावन्ति हि रूपीणि द्रव्याण्यवधिज्ञानी जा तानि मन: पर्यायज्ञानी विशुद्धतराणि मनोगतानि जानीते, किञ्चान्यत्
અર્થ- (વિશુદ્ધિત) અવધિજ્ઞાન કરતાં મન: પર્યયજ્ઞાન વિશુદ્ધતર (વધુ સ્પષ્ટ) છે. (કારણ) જેટલા રૂપી દ્રવ્યો (પદાર્થો) અવધિજ્ઞાની જાણે છે. (જુવે છે.) તેટલા મનોગત પર્યાયોને મન:પર્યાયજ્ઞાની વિશુદ્ધતર સ્પષ્ટપણે જાણે છે. વળી બીજું...
૨૧
भाष्यम्-क्षेत्रकृतश्चानयोः प्रतिविशेषः, अवधिज्ञानमङ्गुलस्यासंख्येयभागादिषूत्पन्नं भवत्यासर्वलोकात्, मनः पर्यायज्ञानं तु मनुष्यक्षेत्र एव भवति नान्यक्षेत्र इति । किंचान्यत्,
અર્થ- ક્ષેત્રકૃત બંનેનો ફક-અવધિજ્ઞાન અંગુલના અસંખ્યાતમાં ભાગમાં ઉત્પન્ન થઈ યાવત્ સર્વલોક સુધીનું હોય છે. મન: પર્યાયજ્ઞાન તો મનુષ્ય ક્ષેત્રમાં જ હોય, બીજા ક્ષેત્રમાં નથી હોતું. વળી બીજું...
જ
3
भाष्यम्-“स्वामिकृतश्चानयोः प्रतिविशेष इति, अवधिज्ञानं संयतस्य असंयतस्य वा सर्वगतिषु भवति, मनःपर्यायज्ञानं तु मनुष्य संयतस्यैव भवति, नान्यस्य । किंचान्यत्,
અર્થ- સ્વામિત એ બે માં ફરક-અવધિજ્ઞાન સંયતને (સાધુને) કે અસંયતને (સાધુ સિવાયનાને) (દેશવિરતિને પણ) સર્વગતિમાં હોય. મન:પર્યાયજ્ઞાન તો સંયત મનુષ્યને જ હોય છે. બીજાને ન હોય. વળી બીજું...
૪
भाष्यम्- ँ विषयकृतश्चानयोः प्रतिविशेषः, रूपिद्रव्येष्वसर्वपर्यायेष्ववधेर्विषयनिबन्धो भवति, तदनन्तभागे मनः पर्यायस्येति ॥
અર્થ- વિષયકૃત-એ બેમાં ફરક-અવધિજ્ઞાનનો વિષયવ્યાપાર રૂપી દ્રવ્યોના અસર્વપર્યાયોમાં હોય છે. મન:પર્યાયજ્ઞાનનો વિષયવ્યાપાર તેના (અવધિજ્ઞાનના) અનંતમા ભાગે હોય છે.
Jain Education International
भाष्यम्- अत्राह-उक्तं मनःपर्यायज्ञानम्, अथ केवलज्ञानं किमिति, अत्रोच्यते, केवलज्ञानं दशमेऽध्याये वक्ष्यते, मोहक्षयाद् ज्ञानदर्शनावरणान्तरायक्षयाच्च केवलमिति ॥ १०- १॥२६॥
अत्राह एषां मतिज्ञानादीनां ज्ञानानां कः कस्य विषयनिबन्ध इति, अत्रोच्यते
અર્થ- અહીં જિજ્ઞાસુ પ્રશ્ન કરે છે કે મન:પર્યાયજ્ઞાન કહ્યું. હવે કેવળજ્ઞાન શું છે ? (ઉત્તરકાર) કહે છે-કેવળજ્ઞાન દશમા અધ્યાયમાં કહેવાશે ‘મોહનીયકર્મના ક્ષયથી અને જ્ઞાન-દર્શનાવરણ-અંતરાયના ક્ષયથી કેવળજ્ઞાન પ્રકટે છે. (થાય છે)' ॥૨૬॥
અહીં જિજ્ઞાસું પ્રશ્ન કરે છે કે ઉત્તરકાર–અહીં કહેવાય છે.
આ મતિજ્ઞાનાદિ જ્ઞાનોનો વિષય-વ્યાપાર કોનો-શો હોય છે ?
For Personal & Private Use Only
www.jainelibrary.org