________________
સૂત્ર-૨૦
સભાખ્ય-ભાષાંતર
भाष्यम्- अत्राह- गृह्णीमस्तावन्मतिज्ञानम् । अथ श्रुतज्ञानं किमिति अत्रोच्यतेઅર્થ- અહીં જિજ્ઞાસુ કહે છે કે મતિજ્ઞાન તો કહ્યું હવે શ્રુતજ્ઞાન શું છે ? (ઉત્તરકાર) કહેવાય છે.
सूत्रम्- श्रुतं मतिपूर्व यनेकद्वादशभेदम् ॥१-२०॥ અર્થ- શ્રુતજ્ઞાન અતિપૂર્વક હોય છે. તે શ્રુતજ્ઞાન બે પ્રકારે છે. (૧) અનેક ભેદવાળુ અને (૨) બારભેદ વાળ.
भाष्यम्- श्रुतज्ञानं मतिज्ञानपूर्वकं भवति, श्रुतमाप्तवचनमागम उपदेश ऐतिहमाम्नायः प्रवचनं जिनवचनमित्यनन्तरम्। અર્થ- શ્રુતજ્ઞાન મતિપૂર્વક થાય છે. શ્રત, આસવચન, આગમ, ઉપદેશ, ઐતિU (ાનન્તિ તિ નિહર = વૃદ્ધવચન = ઐતિહાસિક), આમ્નાય, પ્રવચન, જિનવચન આ પર્યાયવાચી શબ્દો છે.
भाष्यम्- तद्विविधम् अङ्गबाह्यमङ्गप्रविष्टं च, तत्पुनरनेकविधं द्वादशविधं च यथासङ्ख्यम् । अङ्गबाह्यमनेकविधम्, तद्यथा-सामायिकं चतुर्विंशतिस्तवो वन्दनं प्रतिक्रमणं कायव्युत्सर्गः प्रत्याख्यानं दशवैकालिकं उत्तराध्यायाः दशा: कल्पव्यवहारौ निशीथमृषिभाषितानीत्येवमादि। અર્થ- તે (શ્રુતજ્ઞાન) બે પ્રકારે છે (૧) અંગબાહ્ય અને (૨) અંગપ્રવિષ્ટ. વળી તે અનુક્રમે-અનેક પ્રકારે અને બારપ્રકારે છે. એટલે અંગબાહ્ય અનેક પ્રકારે અને અંગપ્રવિષ્ટ બાર પ્રકારે છે.) તેમાં અંગબાહ્ય-અનેક પ્રકારે છે.
તે આ રીતે- સામાયિક, ચઉવિસત્યો, વંદન, પ્રતિક્રમણ, કાયવ્યત્સર્ગ (કાઉસગ્ગ), પચ્ચકખાણ, દશવૈકાલિક, ઉત્તર અધ્યાયો (ઉત્તરાધ્યયન), દશા, કલ્પ અને વ્યવહાર, નિશીથ, ઋષિભાષિત ઈત્યાદિ.
भाष्यम्- अङ्गप्रविष्टं द्वादशविधम्, तद्यथा-आचार: सूत्रकृतं स्थानं समवाय: व्याख्याप्रज्ञप्तिः ज्ञातधर्मकथा उपासकाध्ययनदशा: अन्तकृद्दशा: अनुत्तरौपपातिकदशा: प्रश्नव्याकरणं विपाकसूत्रं दृष्टिपात इति ॥ अत्राह-मतिज्ञानश्रुतज्ञानयोः कः प्रतिविशेष इति ?, अत्रोच्यतेઅર્થ- અંગપ્રવિષ્ટ બાર પ્રકારે છે. તે આ રીતે આચારાંગ, સૂત્રકૃત, સ્થાન, સમવાય, વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ, જ્ઞાતધર્મકથા, ઉપાસકઅધ્યયનદશા, અંતકૃતદશા, અનુત્તરઉપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર, દષ્ટિવાદ.
અહીં જિજ્ઞાસુ પ્રશ્ન કરે છે કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં શો ફરક છે ? (ઉત્તરકાર) કહેવાય છે.
૧. સામાયિક એ દ્વાદશાંગીનું મૂળ છે. જેથી અંગપ્રવિષ્ટ છે. પરંતુ બાળ-મધ્યમ અને બુધ જીવો માટે અંગબાહ્ય તરીકેની વ્યવસ્થા પણ
કરી છે. Jain Education International For Personal & Private Use Only
. www.jainelibrary.org