________________
સૂત્ર-૭
સભાખ્ય-ભાષાંતર
કાષ્ઠની બનાવટ, પુતળુ, ચિત્રકામ, અક્ષનિક્ષેપાદિમાં ‘દ્રવ્ય' ની સ્થાપના કરાય તે સ્થાપનાદ્રવ્ય. દ્રવ્યદ્રવ્ય- બુદ્ધિથી કલ્પિત-ગુણપર્યાય રહિત ધર્માસ્તિકાય વગેરેમાંનું કોઈ એક દ્રવ્ય (તે દ્રવ્યદ્રવ્ય). કેટલાક કહે છે કે દ્રવ્યથી દ્રવ્ય થાય છે તે પુદ્રગલદ્રવ્ય જ છે. અર્થાત્ દ્રવ્યદ્રવ્ય = પુદ્ગલદ્રવ્ય. તે માવઃ ન્યાઝ, સંથાત એક્શ૩૯ત્તે-ર૬/રદા માં કહીશું. ભાવથી દ્રવ્ય-ગુણપર્યાય સહિત ધર્માદિ (ધર્માસ્તિકાયાદિ) (તે ભાવદ્રવ્ય). પ્રાપ્તિ લક્ષણો (અન્ય અન્ય ધર્મને પામનારા) કહેવાશે. આગમમાં (તપ્રિવ્યર્થ) શબ્દ પ્રાભૃતને જાણનાર (શબ્દની વ્યુત્પત્તિ આદિને જાણનાર વ્યક્તિ) દ્રવ્ય એટલે ભવ્ય કહે છે. દ્રવ્ય' એ ભવ્ય અર્થમાં નિપાત છે. ભવ્ય એટલે પ્રાપ્ય કહેવાય છે. કારણકે દૂ ધાતુ પ્રાપ્ય અર્થમાં આત્મપદ છે. તેથી જ (જે) પ્રાપ્ત કરાય છે. કે જે પ્રાપ્ત કરે છે તે દ્રવ્યો. એ પ્રમાણે સર્વઆદિવાળા અને આદિવિનાના જીવાદિથી માંડીને મોક્ષ સુધીના પદાર્થોના તત્ત્વોના અધિગમ માટે ન્યાસ કરી શકાય છે. પા.
सूत्रम्- प्रमाणनयैरधिगमः ॥१-६॥ અર્થ- પ્રમાણ અને નય વડે અધિગમ થાય છે.
भाष्यम्- एषांचजीवादीनां तत्त्वानां यथोद्दिष्टानांनामादिभिय॑स्तानां प्रमाणनयैर्विस्तराधिगमोभवति। तत्र प्रमाणं द्विविधं, परोक्षं प्रत्यक्षं च वक्ष्यते, चतुर्विधमित्येके, नयवादान्तरेण । नयाश्च नैगमादयो વક્ષ્યન્ત વિન્ય દા અર્થ- જે રીતે સામાન્યથી કહ્યા છે અને નામાદિ વડે ન્યાસ કરેલા છે એવા જે જીવાદિ તત્વો-તેનો પ્રમાણ અને નયોથી વિસ્તારપૂર્વક બોધ થાય છે. તેમાં પ્રમાણ બે પ્રકારવાળું છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. (તે) આગળ (૧-૧૦/૧૨ માં) કહેવાશે. નયવાદની અપેક્ષાએ કેટલાક (આચાર્યો) પ્રમાણ ચારપ્રકારનું કહે છે અને નયો નૈગમાદિ છે તે આગળ (૧-૩૪માં) કહેવાશે. અને વળી બીજું...કા
सूत्रम्- निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानतः॥१-७॥ અર્થ-નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાન (ભેદ) થી જીવાદિ તત્ત્વોનું જ્ઞાન થાય છે.
भाष्यम्- एभिश्च निर्देशादिभिः षड्भिरनुयोगद्वारैः सर्वेषां भावानां जीवादीनां तत्त्वानां विकल्पशो विस्तरेणाधिगमो भवति। અર્થ- આ (સૂત્રોક્ત) નિર્દેશાદિ છ અનુયોગદ્વારો વડે સર્વભાવો = જીવાદિ તત્વોનો વિકલ્પશ: વિસ્તારપૂર્વક અધિગમ (જ્ઞાન/બોધ) થાય છે.
1. દ્રવ્ય ર મ આવું સૂર પાણિનીયમાં મળે છે. ‘ મળે છ-૧-૨૬૬ આવું સૂત્ર શ્રી સિદ્ધહેમ વ્યાકરણમાં છે. ૮ શબ્દથી તુચ મધ્ય
અર્થમાં જ થાય અને ૩નો ગુણ થઈ ‘દ્રવ્ય' શબ્દ બને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org