________________ સુપઢ ચરિત્ર હવે, રૂપ સમાન ઉજજવલ ચિત્તવાળી તે રૂપકુંવરી ત્રણ કાળ, ભગવત્સ્તવના કરવા લાગી, સૂત્ર ભણવા લાગી, યથાશક્તિ તપ કરવા લાગી; સામાયિક કરવા લાગી અને પર્વતિથિએ પિષધ પણ કરવા લાગી. ૧૨થા તે કુંવરી વિવિધ પ્રકારનાં દાન દેવા લાગી; ચતુ. ર્વિધ સંઘની ભક્તિ કરવા લાગી; દીન જનોની વાર (સહાય) કરવા લાગી. એમ ધર્મતવનું આરાધન કરતી - સુખે કાળ નિગમન કરતી હતી. 128 . એકદા રાજા પિતાને અંત સમય નજીક જઈ અણુસાદિક તપ કરીને પ્રધાન વગેરેને બોલાવીને કહેતો હતો ? _કે મંત્રીશ્વર ! મારુ રાજ્ય આરૂપકુંવરીને હું છું, તમે બંનેની સારસંભાળ રાખજે !" એમ ભલામણ દઈને રાજાએ દેહ છોડ. ૧૨લા મરતાં મરતાં રાજાએ સર્વ પરિવારને કહ્યું કે આ કુંવરીના શીલ થકી તમારા રાજ્યને નિર્વાહ થશે. મારે કોઈ પુત્ર નથી, માટે શીલગુણવાળી આ રૂપી કુંવરીને બેસાડ. એ મારે મન પુત્રી છતાં પુત્ર સમાન છે.” 130 સામંત રાજાના મૃત્યુ પછી તેના સામતાએ રૂપી કવરને પુરુષના વેશમાં રાજ્યાસને બેસાડી. પુરુષના વેશમાં સભામાં બેસતી તે કુંવરી પ્રધાન તથા સામંત આદિની સહાયથી સુખે સુખે રાજ્યનું પાલન કરતી હતી. 131 કેટલાક કાળ વ્યતીત થયા પછી એકાદ પ્રસ્તાવે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust