Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 27
________________ ૧૧ ઓઘનિર્યુક્તિ ઈર્યાસમિતિનંત જીવે ચાલવા માટે પગ ઉપાડ્યા પછી તે યોગના કારણે કોઈ જીવ મરે... नि.७५० न य तस्स तन्निमित्तो, बंधो सुहुमो वि देसिओ समए । अणवज्जो उपओगेण, सव्वभावेण सो जम्हा ॥३८॥ તો પણ તેને તેના કારણે સૂક્ષ્મ પણ કર્મબંધ કહ્યો નથી, કારણકે તે મન-વચન-કાયાથી સર્વ રીતે નિષ્પાપ છે. नि.७५१ नाणी कम्मस्स खयट्टमुट्ठिओऽणुट्ठिओ य हिंसाए । जयइ असढं अहिंसत्थं, उठ्ठिओ अवहओ सो उ॥३९॥ જે જ્ઞાની કર્મક્ષય માટે તત્પર છે, હિંસા માટે તત્પર નથી, કર્મક્ષય માટે અશઠપણે પ્રયત્ન કરે છે, અહિંસામાં તત્પર છે, તે અહિંસક જ છે. नि.७५२ तस्स असंचेअयओ, संचेययतो य जाइं सत्ताई । जोगं पप्प विणस्संति, नत्थि हिंसाफलं तस्स ॥४०॥ તેનાથી જાણતા કે અજાણતાં, યોગને કારણે જે જીવો મરે, તેની હિંસાનું પાપ તેને લાગતું નથી. नि.७५३ जो य पमत्तो पुरिसो, तस्स य जोगं पडुच्च जे सत्ता । वावज्जंते नियमा, तेसिं सो हिंसओ होइ ॥४१॥ જે પુરુષ પ્રમાદ કરે છે, તેના યોગને કારણે જે જીવો મરે છે, તેનો તે અવશ્યપણે હિંસક છે.

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105