Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 62
________________ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા જે શરીરથી મજબૂત હોવા છતાં રસલોલુપતાથી વિગઈ છોડતો નથી, તેમને આ નિષેધ જાણવો. જેને કારણે વાપરતો હોય, તેને નહીં. ३८६ अब्भंगेण व सगडं, न तरइ विगई विणा वि जो साह। सो रागदोसरहिओ, मत्ताए विहीए तं सेवे ॥५०॥ ગાડું જેમ તેલના ઉંજણ વિના ન ચાલે, તેમ જે સાધુને વિગઈ વિના શરીરનિર્વાહ ન થતો હોય. તે રાગદ્વેષથી રહિતપણે પ્રમાણસર, (ગુરુની રજા વગેરે) વિધિપૂર્વક વિગઈ વાપરે. ३८७ पडुप्पण्णऽणागए वा, संजमजोगाण जेण परिहाणी। नवि जायइ तं जाणसु, साहुस्स पमाणमाहारं ॥५१॥ વર્તમાન કે ભવિષ્યમાં સંયમયોગોની જેનાથી હાનિ ન થાય, તે સાધુના આહારનું પ્રમાણ જાણવું. ३९१ पच्छन्ने भोत्तव्वं, जइणा दाणाओ पडिनिअत्तेणं । तुच्छगजाइअदाणे, बंधो इहरा पदोसाई ॥५२॥ દાનથી નિવૃત્ત થયેલા સાધુએ એકાંતમાં વાપરવું. નહીં તો ક્ષુદ્ર જીવો માંગે અને આપે તો કર્મબંધ થાય; ન આપે તો દ્વેષ થાય. ९०३ जिणधम्मसुट्ठिआणं, सुणिज्ज चरिआई पुव्वसाहूणं । साहिज्जइ अन्नेसिं, जहारिहं भावसाराइं ॥५३॥

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105