Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા
બતાવેલ કારણ સિવાયના વર્ણ વગેરે માટે ન વાપરે. જે વાપરે તે પણ વિગઈવાળું કે ઘણું ન વાપરે, પ્રમાણસર જ વાપરે. ३८२ एत्थं पुण परिभोगो, निव्विइआणं पि कारणाविक्खो।
उक्कोसगदव्वाणं, न तु अविसेसेण विन्नेअं ॥४६॥
નીવિયાતા અને ઉત્કૃષ્ટ દ્રવ્યોનો પરિભોગ સામાન્યથી નહીં, પણ કારણ હોય તો જ જાણવો. ३८३ विगई परिणइधम्मो, मोहो जमुदिज्जए उदिण्णे अ।
सुट्ठ वि चित्तजयपरो, कहं अकज्जे न वट्टिहिई? ॥४७॥
વિગઈ વિકારમાં પરિણમવાના સ્વભાવવાળી છે, તેથી એનાથી મોહનો ઉદય થાય છે; અને મોહનો ઉદય થયા પછી મનને જીતવા માટે પ્રયત્નશીલ સાધુ પણ અકાર્ય કેમ ન કરે ? કરે જ. ३८४ दावानलमज्झगओ, को तदुवसमठ्ठयाए जलमाई ।
संते विन सेविज्जा?, मोहानलदीविए उवमा ॥४८॥
દાવાનળની વચ્ચે રહેલ કોણ તેના ઉપશમન માટે પાણી વગેરે હોય તો પણ ન વાપરે ? તેમ મોહનો અગ્નિ સળગ્યા પછી વિષયોનું સેવન થઈ જ જાય. ३८५ एत्थ रसलोलुआए, विगई न मुअइ दढो वि देहेणं ।
जो तं पइ पडिसेहो, दट्ठव्वो न पुण जो कज्जे ॥४९॥