Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 96
________________ યતિદિનકૃત્ય સૂક્ત- રત્ન - મંજૂષા રાત્રે કે સૂર્ય ઊગ્યા પહેલાં જે વહોર્યું હોય તે ક્ષેત્રતીત હોવાથી સાધુને વાપરવું ન કલ્પે. २७९ क्रोशद्वितयादर्वाग्, आनेतुं कल्पतेऽशनप्रभृति । तत्परतोऽप्यानीतं, मार्गातीतमिति परिहार्यम् ॥७०॥ બે કોશ સુધીથી અશનાદિ લાવવું કહ્યું. તેના આગળથી લાવેલું માર્ગાતીત હોવાથી ત્યાજ્ય છે. २८१ भक्तमशुद्धं कारण-जातेनाप्तमपि भोजनावसरे । त्यजति यदि तदा शुद्धो, भुञ्जानो लिप्यते नियतम् ॥७१॥ કારણ હોવાથી વહોરેલ અશુદ્ધ આહાર પણ જો વાપરતી વખતે તજે, તો શુદ્ધ છે. (જાણવા છતાં) વાપરનાર અવશ્ય કર્મ બાંધે. २८२ अर्धमशनस्य सव्यञ्जनस्य, देहे जलस्य चांशो द्वौ । न्यूनस्य षष्ठभागं, कुर्यादनिलानिरोधार्थम् ॥७२॥ હોજરીના ૬ ભાગ કરીને અર્ધા (૩ ભાગ) વ્યંજન સહિતના આહારના, બે ભાગ પાણીના કરવા. વાયુનો સંચાર અટકે નહીં તે માટે છઠ્ઠો ભાગ ખાલી રાખવો. २८३ भुक्ते स्वादमगृह्णन्, अविलम्बितमद्रुतं विशब्दं च । केसरिभक्षितदृष्टान्ततः, कटप्रतरगत्या वा ॥७३॥ સ્વાદ લીધા વગર, બહુ ધીમે કે ઝડપથી નહીં, અવાજ કર્યા વગર અને સિંહભક્ષિત દષ્ટાંતથી કે કટછેદ-પ્રતરછેદ રીતે વાપરે.

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105