Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
ચતિદિનકૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા
અથવપૂરક - આ ૮ અવિશોધિકોટિ છે. એટલે કે આ દોષવાળા આહારના અવયવથી મિશ્ર થયેલ શુદ્ધ આહાર પણ પૂતિ થાય. २३१ न क्रीणाति न पचति, न च हन्ति न च कारणादनुमतेश्च ।
पिण्डैषणा च सर्वा, नवकोटिष्वासु समवैति ॥५०॥
ન ખરીદે, ન રાંધે, ન મારે.. એ ત્રણે કરાવે નહીં, અનુમોદે નહીં. આ ૯ કોટિમાં આખી પિંડેષણા સમાઈ જાય
२३७ एवञ्च दोषरहितां, स्त्रीपशुपण्डकविवर्जितां वसतिम् ।
सेवेत सर्वकालं, विपर्यये दोषसम्भूतिः ॥५१॥
એ જ રીતે, સદા નિર્દોષ અને સ્ત્રી-પશુ-નપુંસક રહિત વસતિમાં રહે. અન્યથા દોષ લાગે. २३८ संस्थाप्य ग्रामादिषु, वृषभं दीर्घाकृताग्रिमैकपदम् ।
अधिनिवासकटिनिविष्टं, पूर्वमुखं वसतिरादेया ॥५२॥
ગ્રામ વગેરેમાં, આગળનો એક પગ લાંબો કરીને, પૂર્વ દિશામાં મુખ રાખીને, ડાબા પડખે બેઠેલા બળદની કલ્પના કરીને વસતિ ગ્રહણ કરવી. २३९ शृङ्गस्थाने कलहः, स्थानं चरणेषु न भवति यतीनाम् ।
उदररुजाधिष्ठाने, पुच्छे तु स्फेटनं विद्धि ॥५३॥