Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 76
________________ પંચવસ્તુક સૂક્ત - રત્ન - મંજૂષા ધૃતિ, સંઘયણ અને બુદ્ધિની હાનિ જાણીને સ્થવિરો નૂતનદીક્ષિત - અગીતાર્થ માટે આચરણારૂપ કલ્પ સ્થાપે. - ૬૦ ४७६ असढेण समाइण्णं, जं कत्थइ केणई असावज्जं । न निवारिअमण्णेहि अ, बहुमणुमयमे अमाइणं ॥ १०५ ॥ કોઈ અશઠે ક્યારેક જે અસાવદ્ય આચર્યું હોય, બીજાએ અટકાવ્યું ન હોય અને ઘણાંને માન્ય હોય તે આચીર્ણ છે. ६०२ परमरहस्समिसीणं, समत्तगणिपिडगहत्थसाराणं । परिणामिअं पमाणं, निच्छयमवलंबमाणाणं ॥ १०६॥ સમસ્ત દ્વાદશાંગીના સારને જાણનારા મુનિઓએ આ રહસ્ય કહ્યું છે કે નિશ્ચયનયથી તો (કર્મબંધ / નિર્જરામાં) પરિણામ (અધ્યવસાય) જ પ્રમાણ છે. १६९१ सव्वत्थापडिबद्धो, मज्झत्थो जीविए अ मरणे अ । चरणपरिणामजुत्तो, जो सो आराहगो भणिओ ॥१०७॥ જે સર્વત્ર રાગ વિનાનો, જીવન-મરણને સમાન માનનાર, ચારિત્રપરિણામથી યુક્ત છે, તે આરાધક કહેવાયો છે. १७११ आगमपरतंतेहिं तम्हा, णिच्चं पि सिद्धिकंखीहिं । सव्वमणुट्ठाणं खलु, कायव्वं अप्पमत्तेहिं ॥ १०८ ॥ એટલે મોક્ષાભિલાષીએ બધા જ અનુષ્ઠાન સદા શાસ્ત્રાનુસારે અપ્રમત્તપણે કરવા.

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105