Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા
વિષયો દુઃખરૂપ છે, ચિંતા-પરિશ્રમ વગેરે ઘણાં દુઃખોને ઉત્પન્ન કરનાર, માયાવી ઇન્દ્રજાળ જેવા આભાસિક છે, કિંપાકફળ જેવા કટુ પરિણામી છે. १०४९ कालो सहाव निअई, पुवकयं पुरिसकारणेगंता ।
मिच्छत्तं ते चेव उ, समासओ होंति सम्मत्तं ॥८६॥
કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થમાંથી એકને કારણ માનવું તે મિથ્યાત્વ છે. બધાના સમૂહને કારણે માનવું તે સમ્યક્ત છે. १७२ जड़ जिणमयं पवज्जह, ता मा ववहारणिच्छए मुअह।
ववहारणउच्छेए, तित्थुच्छेओ जओऽवस्सं ॥८७॥
જો જૈનધર્મ માનો છો, તો વ્યવહાર-નિશ્ચયનય ન છોડો. કારણકે વ્યવહારનયના ઉચ્છેદમાં અવશ્ય તીર્થનો ઉચ્છેદ છે. १७३ ववहारपवत्तीइ वि, सुहपरिणामो तओ अ कम्मस्स ।
नियमेणमुवसमाई, णिच्छयणयसम्मयं तत्तो ॥८८॥
વ્યવહાર પ્રવૃત્તિથી પણ શુભ પરિણામ થાય છે અને તેનાથી કર્મના ઉપશમ-ક્ષયોપશમ-ક્ષય અવશ્ય થાય છે. અને તેનાથી નિશ્ચયનયને માન્ય (શુભ પરિણામ પણ) થાય છે. १६७४ सुहझाणाओ धम्मो, तं देहसमाहिसंभवं पायं ।
ता धम्मापीडाए, देहसमाहिमि जइअव्वं ॥८९॥