Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 56
________________ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા જિનેશ્વર ભગવંતે કહેલા બાહ્ય અને અત્યંતર બારે પ્રકારના તપમાં, સ્વાધ્યાય જેવો તપ છે નહીં અને થશે નહીં. ५५५ आयहिअपरिण्णा, भावसंवरो नवनवो अ संवेगो । निक्कंपया तवो निज्जरा य, परदेसिअत्तं च ॥२८॥ આત્મહિતનું જ્ઞાન, પારમાર્થિક સંવર, નવો નવો સંવેગ, નિશ્ચલતા, તપ, નિર્જરા અને બીજાને દેશના .. આ સ્વાધ્યાયના લાભ છે. १००१ मज्जण निसिज्ज अक्खा, किइकम्मुस्सग्ग वंदणं जिढे । भासंतो होइ जिट्ठो, न उ पज्जाएण तो वंदे ॥२९॥ (વાચનાનો વિધિ -) કાજો લેવો, આસન, સ્થાપનાચાર્ય, આચાર્યને વંદન, કાઉસ્સગ્ગ અને જ્યેષ્ઠને વંદન. અહીં પર્યાયથી નહીં, વાચના આપે તે જ્યેષ્ઠ ગણવાનો છે, તેથી તેને વંદન કરવું. १००३ दो च्चेव मत्तगाई, खेले काइअ सदोसगस्सुचिए । एवंविहो वि णिच्चं, वक्खाणिज्जति भावत्थो ॥३०॥ કફ વગેરે દોષવાળા ગુરુને ઉચિત બે માત્રક - કફ અને લઘુનીતિના રાખવા. તેવા (પ્લાન) ગુરુ પણ હંમેશાં વાચના આપે, એ અહીં પરમાર્થ છે.

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105