Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 40
________________ આવશ્યકનિર્યુક્તિઆદિ સૂક્ત- રત્ન- મંજૂષા – વિનય –– १/४ जहा सूणी पूइकण्णी, निक्कसिज्जइ सव्वसो । एवं दुस्सीलपडिणीए, मुहरी निक्कसिज्जइ ॥८६॥ જેમ સડેલા કાનવાળી કૂતરીને બધા હડહડ કરીને કાઢી મૂકે છે, તેમ દુરાચારી-અવિનીત, વાચાળ શિષ્યને પણ કાઢી મૂકાય છે. १/२ आणानिद्देसकरे, गुरुणमुववायकारए । इंगियागारसंपन्ने, सो विणीए त्ति वुच्चइ ॥८७॥ જે ગુરુની આજ્ઞાનું પાલન કરે, ગુરુની નજીકમાં રહે, ગુરુના મુખના હાવભાવ પરથી જ ઇચ્છાને જાણે (અને તે મુજબ કરે), તેને વિનીત શિષ્ય કહેવાય. १/२१ आलवंते लवंते वा, न निसिज्जा कयाइ वि । चइऊण आसणं धीरो, जओ जत्तं पडिस्सुणे ॥८८॥ ગુરુ બોલાવે ત્યારે કદી બેસી ન રહેવું; આસન પરથી ઊભા થઈને ગુરુ જે કહે તે ધ્યાનથી સાંભળવું. १/२२ आसणगओ न पुच्छेज्जा, नेव सेज्जागओ कयाइ वि । आगम्मुक्कुडुओ संतो, पुच्छेज्जा पंजलीउडो ॥८९॥ આસન પર બેઠાં બેઠાં કે સંથારામાં સૂતાં સૂતાં કદી પૂછવું નહીં. નજીક જઈને ઉભડક બેસી, હાથ જોડીને પૂછવું.

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105