________________
સ્તુતિચતુર્વિશતિકા
[ ૧ શ્રીષભસમ, અર્ધસમ અને વિષમ એમ ત્રણ પ્રકારે પાડવામાં આવ્યા છે. જે જાતનાં લઘુ કે ગુરૂ અક્ષરે એક ચરણમાં હોય તેવાં જ અક્ષરે જે પદ્યનાં ચારે ચરણમાં હોય, તે પદ્યને “સમ-વૃત્ત કહેવામાં આવે છે, જે પદ્યનાં બેજ ચરણે (પ્રથમ અને તૃતીય કે દ્વિતીય અને ચતુર્થ) સમાન હેય, તે પદ્યને “અર્ધ-સમવૃત્ત કહેવામાં આવે છે, અને જે પદ્યનાં ચારે ચરણે પૈકી કઈ કેઈની સાથે “અક્ષર ના વિષયમાં સમાન ન હોય, તે તે પદ્ય “વિષમ-વૃત્ત' ગણાય છે. દાખલા તરીકે, આ પ્રાથમિક શાર્દૂલવિક્રીડિત વૃત્ત “સમવૃત્ત” છે, કેમકે તેનાં ચારે ચરણે અક્ષરની લઘુતા-ગુરૂતાની અપેક્ષાએ સમાન છે. આ કાવ્યમાંનું પંચમ વૃત્ત (પુષિતાગ્રા) “અર્ધસમવૃત્ત' છે. આ કાવ્યનાં સમસ્ત વૃત્તને “સમવૃત્ત' કે “અર્ધસમવૃત્ત'માં સમાવેશ થત હોવાથી, વિષમવૃત્તનું દષ્ટાન્ત આ કાવ્યમાંથી મળી શકે તેમ નથી. વળી વિષમવૃત્તના પણ અનેક પ્રકારો છે, કેમકે સમવૃત્ત કે અર્ધસમવૃત્ત એવાં વૃત્તોની મેળવણીથી આવું વૃત્ત બને છે. નીચેનું પદ્ય “વિષમવૃત્ત'માં છે અને તે “ઉદ્દગતા”ના નામથી ઓળખાય છે.
ગથ વાવવા ઘરના
रुचिरवदनस्त्रिलोचनम् । क्लान्तिरहितमभिराधयितुं विधिवत् तपांसि विदधे धनंजयः ॥"
-કિરાતાર્જુનીય, ૧૨ મે સર્ગ, પ્રથમ કિ. સાધારણ રીતે વૃત્તમાં એક કે તેથી અધિક એમ વધારેમાં વધારે છવ્વીસ (૨૬) અક્ષરે હોય છે અને આ અક્ષરોની સંખ્યાને ધ્યાનમાં લઈને તે વૃત્તોનાં વિવિધ નામ પાડવામાં આવ્યાં છે. પરંતુ “દંડક” તરીકે ઓળખાતાં વૃત્તમાં સત્તાવીસ (૨૭) કે તેથી વધારે એમ નવસે નવાણુ (૯૯) અક્ષરો પણ હોય છે. આ કાવ્યમાં છેલ્લાં ચાર વૃત્ત (૯-૯૬) “દંડકની કેટિમાં આવે છે.
આપણે ઉપર જોઈ ગયા તેમ જાતિને માત્રા સાથે સંબંધ છે અને આ માત્રાને અક્ષર સાથે સંબંધ છે, કેમકે લઘુ અક્ષરની એક માત્રા અને ગુરૂ અક્ષરની બે માત્રા ગણાય છે. આ પ્રમાણે
જ્યારે આ સંપૂર્ણ વિષયને સમજવામાં અક્ષરના સ્વરૂપને જાણવાની આવશ્યકતા છે, તે હવે તે તરફ પ્રયાણ કરીએ.
છન્દશામાં બધા મળીને આઠ ગણું પાડવામાં આવ્યા છે અને આ દરેક ગણુમાં ત્રણ ત્રણ અક્ષરે હોય છે. “અક્ષર” શબ્દથી એકલે સ્વર કે એક અથવા તેથી વધારે વ્યંજન સહિતને સ્વર સમજવામાં આવે છે. આ સ્વર આશ્રીને “અક્ષર' હસ્વ કે દીર્ધ ગણાય છે. ગ, ૨, ૩, ૪, અને સ્ત્ર એ હસ્વ સંવરો છે, જ્યારે બાકીના મા, , , 7, 8, 9, ગો અને ગૌ એ દીર્ઘ સ્વરે છે. આમાંના હસ્વ સ્વરોને હસ્વ અક્ષર તરીકે અને દીર્ઘ સ્વરને દીર્ઘ અક્ષર તરીકે ઓળખાવવામાં આવે છે. તે ઉપરાંત જ્યારે હસ્વ સ્વરની પછી અનુસ્વાર, વિસર્ગ કે સંયુક્ત વ્યંજન આવે, તે તે અક્ષરને “દીર્ઘ ' માનવામાં આવે છે. હસ્વ અને દીર્ઘ અક્ષરે દર્શાવવાને માટે “” “–' અથવા “” “ડ” એવાં ચિને વપરાય છે, તેમજ “લ” અને “ગ” અક્ષરોને પણ ઉપયોગ થાય છે.
આપણે ઉપર જોઈ ગયા તેમ આઠ ગણે છે. તે ગણેની સમજ નીચે મુજબ છે –
૧ શું આ કાવ્યનાં ૬૯-૭૨ સુધીનાં પધો વિષમ-વૃત્તમાં નથી, એ પ્રશ્ન સંભવી શકે છે, પરંતુ તે વાત આગળ ઉપર વિચારીશું.