________________
સ્તુતિચતુર્વિંશતિકા
[ ૨૪ીવીર
વિશેષમાં આ દેશનાનું માહાત્મ્ય કંઇ આરજ છે, કેમકે પ્રથમ તે સર્વ સાધારણ અને અદ્વિતીયપણાથી ગ્રાહક-ગિરામાં ઉપયુક્ત શ્રોતાએ આ દેશનાથી નિર્વેદ પામતા નથી. ખીજું તેઓને પીડા, વકથા, મત્સર કે ભય નથી. વિશેષમાં તીર્થંકર કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યાં બાદ જે પ્રથમ દેશના આપે, ત્યારે કાઈ નહિ ને કોઈ મનુષ્ય તા અવશ્ય ગૃહસ્થાશ્રમને ત્યાગ કરી દીક્ષા-ગ્રહણ કરે છેજ, અર્થાત્ તેમની દેશનાની સચેાટ અસર થયા વિના રહેતીજ નથી (મહાવીરસ્વામીની પ્રથમ દેશના ખાલી ગઇ એ તેા આ અવસર્પિણી કાલમાં બનેલા દશ આશ્ચયે. પૈકી એક હેાવાથી તેની અત્ર ગણના કરવી નિરર્થક છે).
તીર્થંકરની પર્ષદા—
૬૯૮
સમવસરણમાં જે માનવા અને દેવા તીર્થંકરની દેશનાનું શ્રવણ કરવા આવે છે તેના માર વિભાગો કલ્પવામાં આવ્યા છે. આ પ્રત્યેક વિભાગને ‘ પર્ષદા ’ કહેવામાં આવે છે. (૧) ગણધરો પ્રમુખ સાધુઓની, (૨) વૈમાનિક દેવીએની, (૩) સાવીઆની, (૪) ચેાતિક દેવીઓની, (૫) વ્યંતર દેવીઓની, (૬) ભુવનપતિ દેવીઓની, (૭) જાતિષ્ઠ દેવાની, (૮) વ્યંતર દેવાની, (૯) ભુવનપતિ દેવાની, (૧૦) વૈમાનિક દેવાની, (૧૧) મનુષ્ચામાં પુરૂષાની અને (૧૨) મનુષ્યસ્ત્રીઓની એમ ખાર પર્ષદા હૈાય છે. આમાંની કઈ પર્ષદા ક્યાં ઊભી રહે છે અથવા બેસે છે તે જોઈ લઈએ.
ગણધર પ્રમુખ સાધુઓ, વૈમાનિક દેવી અને સાધ્વીએ એ ત્રણ પર્ષદાએ પૂર્વ બાજુથી પ્રવેશ કરી અગ્નિ કાણુમાં, ભવનપતિ, ન્યન્તર અને જ્યાતિષ્ઠ એ ત્રણ નિકાયની દેવી દક્ષિણ ખાજુથી દાખલ થઇ નૈૠત્ય કેણુમાં, ભવનપતિ, ન્યન્તર અને જ્યાતિષ્ઠ દેવા પશ્ચિમ
૧ દશ આશ્ચર્યાંના સંબંધમાં નીચે મુજબના સ્થાનાંગ (સ્થા૦ ૧૦)માં ઉલ્લેખ છે:
" उवसग्ग १ गम्भहरणं २ इत्थीतित्थं ३ अभाविया परिसा ४ । कण्हस्स अवरकंका ५ उत्तरणं चंदसूराणं ६ ॥ १ ॥
हरिवंसकुलुप्पत्ती ७ चमरुप्पातो ८ य अडसयसिद्धा ९ । अस्संजतेसु पूआ १० दसवि अनंतेण कालेन ॥ २ ॥
..
૨ દેશના શ્રવણુ કરવા તેા તિર્યંચેા પણ આવે છે, પરંતુ તેઓ બહારના ગઢમાં બેસતા ઢાવાથી તેમની ખાર પÖદામાં ગણુના નહિ કરાતી હાવાથી અત્ર તેને ઉલ્લેખ કર્યાં નથી.
૩ તીર્થંકર ચૈત્ય-વૃક્ષને પ્રદક્ષિણા કરી પૂર્વાભિમુખે સિંહાસન ઉપર બેસે છે. ત્યાર બાદ ગણધરો તેને ત્રણ પ્રદક્ષિણા કરીને સ્વસ્થાને બેસે છે. ત્યાર પછી કેવલીએ તીર્થંકરની અને ચૈત્ય-વૃક્ષની ત્રણ વાર પ્રદક્ષિણા કરીને ગણુધરાની પાછળ બેસે છે. તીર્થંકરાદિકને નમસ્કાર કરીને મન:પર્યય જ્ઞાનીએ કેવલીઓની પાછળ બેસે છે, એવી રીતે નિરતિશય સંયમીએ મન:પર્યાય જ્ઞાનીઓને પણ નમસ્કાર કરવા પૂર્વક તેમની પાછળ બેસે છે. આ બધાની પાછળ વૈમાનિક દેવા તીર્થંકરાદિકને નમસ્કાર કરી ઊભી રહે છે અને તેમની પાછળ તીર્થંકર તેમજ સાધુ-વર્ગીને પ્રણામ કરી સાધ્વીઓ ઊભી રહે છે. શું ઊભા રહેવાથી મર્યાદાનું વિશિષ્ટ રક્ષણ થવાના અને વિનયની અધિકતાનું સૂચન થવાને સંભવ હેાવાથી આ પહઁદાએ ઊભી રહે છે વાર !