________________
જિનરતુત ]
स्तुतिचतुर्विशतिको સમવસરણમાં તીર્થકરનું સ્વરૂપ
સમવસરણમાં શું તીર્થકર ગૃહસ્થ-વેષમાં હોય છે કે સાધુ-વેષમાં હોય છે? જે તેઓ સાધુના વેષમાં હોય છે, તે તે જૈન સાધુના વેષમાં હોય છે કે અન્ય સાધુના વેષમાં હેય છે? આના સંબંધમાં હીર-પ્રશ્નમાં એ સ્પષ્ટ ઉલ્લેખ છે કે તેઓ ગૃહસ્થ-વેષમાં કે સાધુ-વેષમાં, સ્વ-લિંગમાં કે પર–લિંગમાં હતા નથી, પરંતુ તેઓ લેકેત્તર રૂપે હોય છે.
વિશેષમાં તીર્થકર દેશના દે છે, ત્યારે કંઇ તેઓ ઊભા થઈને દેશના દેતા નથી; અથવા તે હાલમાં મુનિરાજ પાટ ઉપર અર્ધપદ્માસને બેસીને વ્યાખ્યાન વાંચે છે, તેવી રીતે પણ તેઓ દેશના આપતા નથી. પરંતુ જેમ કેટલીક પાઠશાલાઓમાં કેટલાક અધ્યાપકે ખુરસી ઉપર બેસીને ભાષણ આપે છે, તેવી રીતે તીર્થંકર સિંહાસન ઉપર બેસીને પાઇ-પીઠના ઉપર પગ સ્થાપીને દેશના આપે છે. પરંતુ તેઓના હાથ એગ-મુદ્રાએ હોય છે અને તે મુદ્દાપૂર્વક સૂરીશ્વરે દેશના આપે છે એ ચૈત્યવન્દન-બૃહદ્-ભાષ્યમાં ઉલ્લેખ છે. તીર્થકરની દેશના
જ્યારે તીર્થકર દેશના આપે છે, ત્યારે તેઓ અર્ધમાગધી ભાષા બોલે છે, પરંતુ એ દેશનામૃતનું પાન કરવાને સમવસરણમાં આવેલા જીવોને એમ લાગે છે કે તેઓ અમારી ભાષામાં બેલે છે. કહેવાની મતલબ એ છે કે જેમ જલધર (મેઘ)નું જલ આશ્રય-વિશેષથી વિવિધ રસરૂપે પરિણમે છે, તેમ પ્રભુની વાણું પણ શ્રવણ કરનારની ભાષારૂપે પરિણમે છે.
વિશેષમાં જેટલા સંસ્કૃત વાક્યના અર્થો થઈ શકે તેના કરતાં પણ અર્ધમાગધી ભાષામાં બેલાયેલા વાક્યના વધારે અથે સંભવી શકે છે, કેમકે તેમાં શ, ષ અને સ એ ત્રણ જુદા જૂદા સુષમાક્ષરે ને બદલે ફક્ત એકલે સકારજ છે. આ સંબંધમાં “સરે નWિ'નું ઉદાહરણ વિચારી લેવું. વળી સંયુક્ત વ્યંજને પણ સસ્થાનીયજ છે અર્થાત્ કંચ, તાલવ્ય, મૂર્ધન્ય, દત્ય અને ઔદ્ય વ્યંજનેમાંથી અરપરસ સંયુક્તતા સંભવતી નથી. (કર્મ, પુદગલ, એવા શબ્દોને બદલે કમ્મ, પુગલ એવા શબ્દજ પ્રાકૃત ભાષામાં છે).
એ તે આપણે જોઈ ગયા તેમ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ પ્રભુ માલકેશાદિક શગમાં દેશના આપે છે. દેવતાએ એના સ્વરની દુભિના નાદ વડે પૂરવણી કરે છે. આ દેશના સમવસરણના પ્રાંત ભાગ-એક જન સુધી સંભળાય છે. વળી તેઓ પ્રતિદિન બે વાર દેશના આપે છે. એક તે સૂર્યોદય થતાં એક પૌરૂષી સુધી તેઓ દેશના આપે છે (ત્યારબાદ એક પૌરૂષી પર્યત ગણધર દેશના આપે છે, ત્રીજી પૌરૂષી આહાર-વિહારને લગતી છે) અને વળી ફરીથી તેજ દિવસે દિવસને ચોથે ભાગ અવશેષ રહેતા તેટલા કાલ સુધી અથત એક પૌરૂષી પર્યત તેઓ દેશના આપે છે. આ દેશના દ્વારા તેઓ અનેક જનેના મને ગત સંદેહનું પણ સમકાલે નિવારણ કરે છે.
૧ શું ગણુધરે કોઈક વાર તીર્થંકરના પાદ–પીઠ ઉપર બેસીને દેશના આપે છે તેનું આ અનુકરણ છે?
૨ આ સંબંધમાં એટલુંજ ઉમેરવું બસ થશે કે “પરવાયા” એ માગધી પદના ૫૬ અર્થો થાય છે, આ વાતની શ્રીરત્નશેખરસૂરિકૃત અર્થદીપિકા(પત્રાંક ૧ર૭–૧૨૮) સાક્ષી પૂરે છે.
૩૮