________________
જિનસ્તુતય: ]
स्तुतिचतुर्विंशतिका
૨૫૯
જીવાને છેડાવી મૂકાવ્યા અને માતૃકા—ગૃહ તરફ ન જતાં .પિતૃ-ગૃહ તરફ પાછા વળ્યા. આ બનાવથી જીત પર આવેલી માજી હારી જનારને જેવું અસહ્ય દુ:ખ થાય તેવું દુઃખ રાજીમતીને થયું અને જેમ વૃક્ષ ખે‘ચાતાં તેને વળગીને રહેલી વેલ ભોંય ઉપર તૂટી પડે તેમ તે માઁ ખાઈને પૃથ્વી ઉપર પડી ગઇ. આથી કંઇ નવાઇ પામવા જેવું નથી, કેમકે ધન અને ધનવતીના ભવથી માંડીને આઠ આઠ ભવ થયા નેમિનાથ અને રાજીમતી વચ્ચે દંપતી–વ્યવહાર ચાલૂ હતા. અનેક ઉપચારો કર્યાં બાદ રાજીમતીને કંઇક શાંતિ થઇ અને તે શાગ્રસ્ત જીવન ગુજારવા લાગી. અંતમાં નેમિનાથ પ્રભુ ટુંક સમયમાં દીક્ષા લેનાર છે એમ ખબર મળતાં તેને શાંતિ થઈ અને તેનું મન વિષય-વાસનાથી વિરક્ત થઈ ગયું. નેમિનાથ પ્રભુનુંજ ધ્યાન ધરતી તે કાલક્ષેપ કરવા લાગી. આખરે જ્યારે નેમિનાથ પ્રભુએ ચારિત્ર અંગીકાર કર્યું, ત્યારે જાણે લગ્ન સમયે તેા ફક્ત હસ્તથી મારા હસ્તને સ્પર્શ કરવા પડે તેમ હતું તે ન કર્યું તો ઠીક, પણ હવે તે મારા મસ્તક ઉપર વાસક્ષેપ કરવા વડે હસ્ત-પ્રક્ષેપ કરાવું તાજ મારૂં નામ રાજીમતી ખરૂં એમ પોતાનાજ કક્કો ખરો કરાવતી ન હેાય તેમ તેણે પણ ઉત્સાહપૂર્વક પોતાના વચનથી વરાયેલ પતિ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. આ પ્રમાણે આ રમહાસતીએ યૌવન વયમાં પણ કંદષઁ ઉપર જીત મેળવી પેાતાના વિજય—ધ્વજ પ્રકાવ્યા એટલુંજ નહિ, પર'તુ એક વર્ષનું ચારિત્ર પાળી તેણે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. પાંચસો વર્ષ પર્યંત આ અવસ્થામાં રહ્યા બાદ તેનું ૯૦૧ વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ થતાં તે અવ્યાબાધ પદને પામી, આવી મહાસતીનાં ચારિત્રથી તે આજકાલ પણ આ આર્ય–દેશ પૂજાય છે. આવી સતીઓને અનેકવાર પ્રણામ હોજો.
નેમિનાથે યુદ્ધમાં લીધેલા ભાગ—
જ્યારે કૃષ્ણે કંસને મારી નાંખ્યા, ત્યારે તેની પત્ની જીવયશા પતિનું વેર લેવાની બુદ્ધિથી પોતાના પિતા જરાસંધ પાસે ગઇ અને તે દ્વારા કૃષ્ણ સાથે યુદ્ધના આરંભ કરાવ્યા, આ વાસુદેવ (કૃષ્ણ) અને પ્રતિવાસુદેવ (જરાસંધ) વચ્ચેના ઘાર સંગ્રામમાં નેમિનાથે પણ ભાગ લીધા હતા અને તે સમયે શકે અનેક અપૂર્વ અસ્ત્ર-શસ્ત્રથી શાલતા એવા પાતાને રથ માતલ સારથિ સાથે મેાકલાન્યા હતા. આ રથમાં બેસીને નેમિનાથ રણભૂમિમાં આવી પહોંચ્યા હતા.
ઘેશ્વર યુદ્ધ ચાલતાં ચાલતાં એક એવા પ્રસગ આવ્યે કે જરાસંધે યાદવ–સેનાને છિન્ન-ભિન્ન કરી નાખી અને બલરામને પણ એક ગદાના એવા પ્રહાર લગાવ્યે કે તેને રૂધિરનું વમન થયું. આથી જરાસ છે એમ વિચાર્યું કે આ તો આપે। આપ મરી જશે, વાસ્તે હવે હું કૃષ્ણનેજ મારી નાખું એમ વિચારી તે તેની તરફ દોડ્યો. આ સમયે યાદવ—સૈન્ય ખળભળી ઊઠયું અને ‘ કૃષ્ણ મરાયા, કૃષ્ણ મરાયા ' એવા સર્વત્ર ધ્વનિ પ્રસરી ગયા. તે સાંભળી
૧ સરખાવા શ્રીયશવિજયકૃત નેમિનાથ-સ્તવનની નીચે લખેલી પાંચમી કડીઃ—
જો વિવાહ અવસરે દીયા રે હાં, હાથ ઉપર નિવ હાથ, દીક્ષા અવસર દીજીએ રે હાં, શિર ઉપર જગનાથ-મેરે વાલમ,
૨ રાજીમતી એ મહાસતીએમાંની એક છે. જીએ ભહેસરની સજઝાય.