________________
જિનરતુતયા ] स्तुतिचतुर्विंशतिका
૯૧ શ્લેકાર્થ જિન-સમૂહની સ્તુતિ–
પરશુરાયમાન (ધર્મ-) દવજ, (ધર્મ) ચક્ર, (દેવ- દુભિ , અનેક (સુર-રચિત સુવર્ણન) કમલ, ચન્દ્ર જેવી કાતિવાળાં ચામર, પ્રસાર પામતા (રત્ન સુવર્ણ અને રૂપાના) ત્રણ ગઢ તેમજ ઉત્તમ તથા (પુષ્પ, પત્ર, ફલ આદિના ભારથી) નમન કરતા અશક (વૃક્ષ) અને પૃથ્વીને વિષે ઉત્સવરૂપ છે શોભા જેની એવાં (ત્રણ) છગેની કાંતિ વડે અમૂલ્ય એવું, તથા વળી નષ્ટ થયા છે શત્રુઓ જેના એવા (પ્રાણીઓ) વડે અત્યંત શોભાયમાન એવું, (તેમજ સંતાપ, ગર્વ અને શેકથી રહિત છે ભૂમિ જેની એવું), તથા કીર્તિ વડે સુશોભિત એવા (ગજ, અશ્વ પ્રમુખ) વાહનને ભજનારા (અર્થાત્ એવા વાહનેવાળા) પૃથ્વીપતિઓને, (ભૂત, પ્રેત અને) પિશાચેને, નાગ (દેવ)ને તેમજ
તિષ્ક (દેવ)ને એ એવું જે (જિન-પંકિત)નું સમવસરણ અત્ર વારંવાર શોભતું હતું, તે જિનેશ્વરેને સમુદાય કે જે સંસારરૂપી સાગરમાં સંબ્રાન્ત થયેલા ભવ્ય (જી)ની શ્રેણિ વડે અત્યંત સેવિત છે, તથા વળી જે ઉત્કૃષ્ટ છે તેમજ જેના શત્રુઓ નષ્ટ થયેલા છે તથા વળી જે સંતાપ, અભિમાન અને શેકથી લિપ્ત નથી, તેમજ વળી જે જ્ઞાન યાને દર્શન દેનારા છે, તે તીર્થકરને સમૂહ ભકત (જ)ના મને રથને પૂર્ણ કરે.”—૯૪
સ્પષ્ટીકરણ સમવસરણનું સ્વરૂપ- જે સ્થલમાં તીર્થકરને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે, તે સ્થલમાં દેવતાઓ સમવસરણ રચે છે. તેમાં પ્રથમ તે વાયુકુમાર દેવતાઓ સમવસરણને માટે એક જન પર્વતની પૃથ્વીનું માર્જન કરે છે. ત્યાર પછી મેઘકુમાર દેવતાઓ સુગંધી જલની વૃષ્ટિ કરી તે પૃથ્વીનું સિંચન કરે છે. પછીથી વાણ-વ્યંતર દેવે સુવર્ણ, માણિક્ય (માણેક) અને રત્ન વડે ભૂમિ–તલ (પીઠબંધ ) બાંધે છે અને તેના ઉપર વ્યંતર દેવતાઓ અમખ ડીંટવાળાં (સવળાં) પંચરંગી અને સુવાસિત પુખે વેરે છે અને ચારે દિશામાં રત્ન, સુવર્ણ અને માણિક્યનાં તેરણે બાંધે છે. પુષ્પવૃષ્ટિ–
અત્રે એ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે આ સુરએ કરેલી પુષ્પવૃષ્ટિમાંનાં પુષ્પ સચેતન છે. આ સંબંધમાં કેટલાકે એવી દલીલ કરે છે કે જ્યારે વિકસ્વર અને મને હર એવાં સચિત્ત કુસુમની વૃષ્ટિ સમવસરણમાં થાય તે પછી જીવ-દયાથી વ્યાપ્ત હૃદયવાળા એવા મુનિવરેનું ત્યાં કેવી રીતે ગમન-આગમન થઈ શકે ? કેમકે શું તેમ કરવાથી તે પુષ્પને વિઘાત નહિ થાય વારૂ? આના ઉત્તર તરીકે કેટલાકે એમ નિવેદન કરે છે કે આ પુપે દેવોએ વિકુ
૧-૨ જુએ ભવનપતિના દશભેદે (પૃ. ૨૦૯)
૩ આ દેવેને વાનમન્તરના નામથી પણ ઓળખવામાં આવે છે અને તે વ્યન્તર જાતના દેવેને એક વિભાગ છે,