Book Title: Stuti Chaturvinshatika Sachitra
Author(s): Hiralal R Kapadia
Publisher: Agmoday Samiti

Previous | Next

Page 411
________________ ૨૯૪ સ્તુતિચતુર્વિશતિકા [ ૨૪ શ્રીવીરચતુષ્કોણાકાર સમવસરણ– .. અત્રે એ ઉમરવું અનાવશ્યક નહિ ગણાય કે વર્તુલાકાર સમવસરણની જેમ ચતુરસ સમવસરણ પણ હોય છે. આવા સમવસરણના દરેક ગઢની દીવાલ ૧૦૦ ધનુષ્ય પ્રમાણ જાડી હોય છે. સૌથી બહારના ગઢની અંદરની દીવાલ અને મધ્યમ ગઢની બહારની દીવાલ વચ્ચે ૧૦૦૦ ધનુષ્યનું અંતર છે, જ્યારે મધ્યમ ગઢની અંદરની દીવાલ અને અત્યંતર ગઢની બહારની દીવાલ વચ્ચે ૧૫૦૦ ધનુષ્યનું અંતર છે. અંદરના ગઢની ચારે દિવાલે સમવસરણના મધ્યબિંદુથી ૧૩૦૦ ધનુષ્યને અંતરે આવેલી છે. આથી કરીને આ સમવસરણ એક જન લાંબું તેમજ એક યોજન પહોળું છે, પરંતુ એ ધ્યાનમાં રાખવું કે આ ગણત્રીમાં સૌથી બહારના ગઢની દીવાલની જાડાઈ ગણવામાં આવી નથી. ૧૦૦૦+૧૦૦+૧૫૦૦+૧૦૦+૧૩૦૦+૧૩૦૦+૧૦૦+૧૫૦૦+૧૦૦+૧૦૦૦=૦૦૦૦ ધનુષ્ય=૧ જન. વિશેષમાં આ ચતુષ્કોણાકાર સમવસરણમાં દરેક ખૂણે બબ્બે વાપીઓ હોય છે, જ્યારે વર્તુલાકાર સમવસરણમાં તે એક એક હોય છે. ગઢના દ્વારે – દરેક ગઢને એક એક દિશામાં એકેક એમ ચાર દ્વારે (દરવાજા) હોય છે. તે જાણે ચતુર્વિધ ધર્મને કીડા કરવાના ગોખ ન હોય તેમ ભાસે છે. દરેક દ્વારે ચાર ચાર દ્વારવાળી તેમજ સુવર્ણનાં કમલવાળી વાપિકાઓ (વાવ) હોય છે. આ ઉપરાંત દરેક દ્વારા તેરણ અને વાવટાઓથી વિભૂષિત કરવામાં આવે છે અને તેની નીચે સ્વસ્તિકાદિક અષ્ટ મંગલે આલેખવામાં આવે છે. વિશેષમાં વ્યંતરે ત્યાં ધૂપનાં પાત્ર પણ મૂકે છે. આ ઉપરાંત દરેક દ્વાર ઉપર અનુપમ કાન્તિવાળું ફટિક મણિમય એક એક ધર્મચક સુવર્ણના કમલમાં રાખવામાં આવે છે. સૌથી અંદરના ગઢના દરેક દ્વારમાં બબ્બે દ્વારપાલે હોય છે. જેમકે પૂર્વ દ્વારમાં બે માનિક દે, દક્ષિણ દ્વારમાં બે વ્યંતર, પશ્ચિમ દ્વારમાં બે તિષ્ક અને ઉત્તર કારમાં બે ભવનપતિઓ હોય છે. એ પ્રમાણે મધ્ય ગઢના દ્વાર આગળ અનુક્રમે અભય, પાશ, અંકુશ અને મુદગરને ધારણ કરનારી ચારે નિકાયની જયા, વિજયા, અજિતા અને અપરાજિતા એ નામની બે બે દેવીઓ પ્રતિહાર તરીકે ઊભી રહે છે. બહારના ગઢના દ્વાર આગળ દરેક દ્વારે એક એક તુંબરૂ, ખટ્વાંગધારી, મનુષ્યમસ્તકમાલાધારી અને જટામુકુટમંડિત એ નામના ચાર દેવતાઓ દ્વારપાલ તરીકે હાજર રહે છે. આ સંબંધમાં નીચે પ્રમાણેના મતાંતરો હેવાનું સેન-પ્રશ્ન (ઉ૦ ૧, પ્ર. ૩૦) ઉપરથી જોઈ શકાય છે – તેમાં વૃદ્ધાશ્રી શત્રુંજય માહાત્મ્યમાં કહ્યું છે કે “તિવમ તિરા, તુમકુણા કુTI verો દિ વર્તણા, રાગૃળિોમવન ” ૧ (૧) સ્વસ્તિક, (૨) નન્દાવર્ત, (૩) દર્પણ, (૪) મત્સ્ય-યુગલ (માછલાંનું જોડું) (૫) શ્રીવત્સા (૬) ભદ્રાસન, (૭) કુમ્ભ અને (૮) સંપુટ એ “અષ્ટ મંગલ' કહેવાય છે.

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478