________________
જિનસ્તુતયઃ ]
स्तुतिचतुर्विंशतिका
આચાર-દિનકરમાં નીચે મુજબ ઉલ્લેખ છેઃ—
'सिंहारूढा कनकतनुरुग् वेदबाहु बामे हस्तद्वन्द्वेऽङ्कुशतनुभ्रुवौ बिभ्रती दक्षिणेऽत्र । पाशाम्राली सकलजगतां रक्षणैकार्द्रचित्ता देव्यम्बा नः प्रविशतु समस्ताघविध्वंसमाशु || ,,
"
૨૬૭
નિર્વાણ–કલિકામાંથી પણ આ દેવીના સંબંધી માહિતી મળી શકે છે, પરંતુ ત્યાં આ દેવીનું નામ ‘કૂષ્માણ્ડી ' હાવાના ઉલ્લેખ છે. આ રહ્યો તે ઉલ્લેખઃ—
" तस्मिन्नेव तीर्थे समुत्पन्नां कूष्माण्डी देवीं कनकवर्णी सिंहवाहनां मातुलिङ्गपाशयुक्त दक्षिणकरां पुत्राङ्कुशान्वितवामकरां चेति. "
અર્થાત્ તેજ (બાવીસમા તીર્થંકરના) તીર્થને વિષે ઉત્પન્ન થયેલી કૂષ્માણ્ડી દેવીના વર્ણ સુવર્ણના સમાન છે અને સિંહ એ એનું વાહન છે. એને ચાર હાથ છે. એના જમણા એ હાથ ખીજોરા અને પાશથી અલંકૃત છે, જ્યારે એના ડામા બે હાથ પુત્રા અને અંકુશ વડે વિભૂષિત છે.
આ દેવીના પૂર્વે ભવની માહિતી અમ્બિકાદેવીકલ્પમાંથી મળી શકે છે. આ કલ્પ તેમજ તેના ભાષાન્તર સારૂ જીએ ચતુર્વિંશતિકા (૫૦ ૧૪૫–૧૪૯).
૧ આ અમ્મા દેવીનું નામાન્તર છે,