________________
રાજ
હતુતિચતુર્વિશતિકા
[ ૨૩ શ્રી પાર્શ્વ
શ્લેકાર્થ વૈરેટચા દેવીની સ્તુતિ–
જે (વૈચા દેવી) સભામાં ઉજજવલ પ્રકાશવાળી છે તેમજ ઉત્તમ પદ્ગને ધારણ કરનારી છે, તથા વળી જેના કેશના પ્રાન્ત ભાગો શ્યામ તેમજ સુન્દર છે, તથા વળી પરાજિત કર્યો છે શત્રુ–સમૂહને જેણે એવા (અને એથી જ કરીને) વૈરિ–રહિત એવા અજગર-રાજને જે પ્રાપ્ત થયેલી છે (અર્થાત જે તેના ઉપર આરૂઢ થયેલી છે), તેમજ વળી જે દિવ્ય દવનિવાળી દિવ્યાંગનાઓ વડે અર્ચન કરાયેલી છે, તે નાગેન્દ્રની મુખ્ય પત્ની (અર્થાત ધરણેન્દ્રની પટ્ટરાણી ) કે જેનું સૈમ સર્પ ભૂષણ છે, વળી જે ભયંકરતાથી રહિત છે (અર્થાત્ જેની આકૃતિ ભયાનક નથી) તેમજ જે નિર્ભય છે, તથા વળી જેનું શરીર કુમુદના સમૂહના સમાન થામ છે, તથા જે ગર્વની ઈચ્છા રાખતી નથી (અથવા જેની ચેષ્ટા અભિમાનથી અંકિત નથી) એવી તે (વૈરેટયા નામની દેવી) તને (હે ભવ્ય !) ત્રાસમાંથી સત્વર બચો.”–૯૨
સ્પષ્ટીકરણ ધરણેન્દ્ર-વિચાર–
ભવનપતિના દશ અવાંતરભેદમાંના નાગકુમાર દેવના ધરણ અને ભૂતાનંદ એમ બે સ્વામીઓ છે. આ ઉપરથી જોઈ શકાય છે કે નાગકમાર નિકાયના બે ઈન્દ્રોમાંના એકનું નામ ધરણ છે. અલેકમાં આવેલી અને એક લાખ અને એંસી હજાર યોજન જેટલી જાડી એવી રત્નપ્રભા નામની પૃથ્વીના એક હજાર જન ઊંચે અને એક હજાર એજન નીચે એટલા ભાગને છોડી દેતાં બાકી રહેલા ભાગમાં ભવનપતિઓના દશે પ્રકારના દેનાં ભવને છે. આમાંના દક્ષિણ દિશામાં વસતા નાગકુમારને ધરણુ સ્વામી છે, જ્યારે ઉત્તર દિશામાં વસતા નાગકુમારને ભૂતાનન્દ સ્વામી છે.
છ હજાર સામાનિક દેવતાઓ અને ગ્રેવીસ હજાર આત્મરક્ષક દેવતાઓથી અલંકૃત ધરણેન્દ્રને છ છ હજાર દેવીઓથી પરિવૃત એવી છ અગ્ર-મહિષીઓ (ઈન્દ્રાણીઓ) છે. આ વાતની ભગવતી નામનું પાંચમું અંગ (શ૦ ૧૦, ઉ૦ ૫, ૪૦૬) સાક્ષી પૂરે છે. કેમકે
૧ નાગકુમાર દવેના સંબંધમાં તત્વાર્થધગમસૂત્ર (અ. ૪, સૂ૦ ૧૧)ના ભાષ્યમાં નીચે મુજબને ઉલેખ છેઃ
"शिरोमुखेष्वधिकप्रतिरूपाः कृष्णश्यामा मृदुललितगतयः शिरत्सु फणिचिह्ना नागकुमाराः"
અર્થાત્ મસ્તક અને વદનને વિષે અધિક સ્વરૂપી, કૃષ્ણવર્ણ, મૃદુ તેમજ મનહર ગતિવાળા અને સર્પના ચિહ્નવાળા નાગકુમારે છે.