________________
જિનતુતઃ ] स्तुतिचतुर्विंशतिका
૨૭. દેતાં તેમની ક્ષમા માંગે અને તેમને પ્રણામ કરે, નહિ તે આ શિલા વડે આખા ગામને નાશ કરીશ.” મરણના ભયથી બીધેલા રાજાએ સૂરિજીને વન્દન કર્યું, તેમની ક્ષમા માંગી અને તેમને મુક્ત કર્યા; એટલે કપર્દી યક્ષે શિલા સંહરી લીધી અને તેણે પ્રસન્ન વદને શાહિક સાંભળે તેમ નીચે મુજબની ગાથા બોલવી શરૂ કરી.
___“ भंसासी मज्झरओ इक्केणं, चेव गंठिसाहिएण।
सोहं तु तंतुवाओ, सुसाहुवाओ सुरो जाओ।"
અથાત-માંસ ખાનાર તેમજ મધ (પાન)માં આસક્ત એ તે હું વણકર (સુસાધુના વચનપૂર્વક) ફક્ત એકજ ગાંઠ સહિત (ભજન કરીને) યશસ્વી દેવ થયો છું.
આ પ્રમાણે બેસી રહ્યા બાદ તેણે સૂરિજીને નમન કર્યું અને પૂછ્યું કે હે ભગવન! મેં કેવા કર્મ કર્યો છે? સૂરિજીએ ઉત્તર આપે કે પૂર્વ ભવમાં તે પૈઢ પાપ કર્યો છે, પરંતુ હવે પવિત્ર થવાને વાસ્તે તારે સકલ કર્મ-સૈન્યને સંહાર કરનારા એવા શ્રી શત્રુંજય તીર્થે જઈ શ્રીષભ પ્રભુની ભક્તિ કરવી. આ સાંભળી પદ યક્ષ ખુશી થયે અને ગુરૂના વચનાનુસાર વર્તન કરતે પિતાને કૃતાર્થ માનવા લાગ્યા.
૧ સંસ્કૃત છાયા
मांसाशी मद्यरत एकेन चैव ग्रन्थिसहितेन ।
सोऽहं तु तन्तुवायः सुसाधुवादः सुरो जातः ॥ ર શત્રુંજય તીર્થનું અનુપમ માહામ્ય છે એમ જૈને માને છે. આ વાત શ્રીધનેશ્વરસરિકૃત શત્રુજયમહાભ્યનામક કાવ્ય ઉપરથી જોઈ શકાય છે,