________________
૨૧૪
સ્તુતિચતુર્વિંશતિકા
[ ૧૮ શ્રીઅર
સૈન્ય સહિત દક્ષિણ સાગર ઉપરના વરદામ તીર્થે આવી પહોંચે છે. માગધતીર્થના અધિપતિને સાધવાને જે કાર્ય કર્યું હતું તેવુંજ કાર્ય અત્ર પણ ચક્રવર્તી કરે છે. અર્થાત્ અષ્ટમ તેમજ પૌષધ કરી રથમાં બેસી સમુદ્રમાં પ્રયાણ કરી તે વરદામ તીર્થાધિપતિને ઉદ્દેશીને તેના ઉપર પેાતાના નામથી અંક્તિ બાણુ ડે છે. આ માણુ ખાર ચેાજન ઉલ્લંઘન કરી તેની સભામાં જઈ પહેાંચે છે. આ જોઈને તે તીર્થાધિપતિને ઘણાજ ગુસ્સા ચડે છે, પરંતુ તે માણુ હાથમાં લઈ તેના ઉપરના અક્ષરા વાંચતાં તેના રાષ ઉતરી જાય છે અને તે પણ તે બાણુ તેમજ અન્ય ઉત્તમ વસ્તુ ચક્રવર્તીને ભેટ આપી ચાલ્યા જાય છે. ચક્રવર્તી અત્ર પણ રથમાં બેસી છાવણીમાં આવી પારણું કરી વરદાસ પતિના અાન્તિકા મહાત્સવ કરે છે.
પછીથી ચક્રી ચક્રાનુસારે પશ્ચિમ દિશામાં આવેલા પ્રભાસ તીર્થ તરફ પ્રયાણ કરે છે અને ઉપર જોઇ ગયા તેમ ત્યાં જઇ તે તીર્થપતિને પણ પાતાને વશ કરી લે છે. ત્યાર બાદ તે (લવણ) સમુદ્રના દક્ષિણ તટ ઉપર આવેલી સિન્ધુ નદીની અધિષ્ઠાયિકા દેવીને પણ અષ્ટમ તપ કરવા પૂર્વક જીતી લે છે. ત્યાર પછી ઈશાન કાણુ તરફ પ્રયાણ કરતાં કરતાં ચકી એ ભરતાર્થની મધ્યમાં આવેલા વૈતાઢચ પર્વતના અધિપતિને પણ એવી રીતે જીતી લે છે. ત્યાર બાદ ચક્ર–રત્નનું અનુસરણ કરતા ચકી તમિસ્રા ગુફા આગળ આવી પહોંચે છે. ત્યાં ત ગુફાના અધિષ્ઠાયક કૃતમાલ્યને ઉદ્દેશી અષ્ટમ તપ કરી તેને વશ કરી લે છે. બીજે દિવસે ચક્રી પાતાના સેનાપતિને ‘ચર્મ’ રત્નની સહાય વડે સિન્ધુ નદી ઉતરી સિન્ધુ સમુદ્ર અને વૈતાઢય પર્વતની મધ્યમાં આવેલા સિન્ધુના દક્ષિણ નિષ્કુટને સાધવા માકલે છે. તે કાર્યમાં વિજય પ્રાપ્ત કરી સેનાપતિ પાછા આવતાં ચક્રવતી તમિસ્રા ગુફાનું દ્વાર ઊઘાડવા તેને આજ્ઞા કરે છે. એ ગુફાના અધિષ્ઠાયકને ઉદ્દેશીને સેનાપતિ અષ્ટમ તપ કરવા પૂર્વક ચકીના દંડ ’ રત્ન વડે તે ગુફાના દ્વાર ઉપર ત્રણુ વાર તાડન કરે છે. તેમ થતાં તે દ્વાર ઊઘડી જાય છે એટલે ચક્રી ‘કુંજર’ રત્ન ઉપર આરૂઢ થઇ, ‘ મિણુ ’ રત્નને તેના દક્ષિણુ કુમ્ભસ્થલ ઉપર સ્થાપન કરી ‘ કાકિની’રત્નથી મંડરલાને આલેખતા તે ગુફામાં પ્રવેશ કરે છે. તમિસ્રા ગુફાના મધ્ય ભાગમાં આવેલી તથા તે ગુફાની પૂર્વે લિત્તિ ( ભીંત )માંથી નીકળી પશ્ચિમ ભિત્તિમાં થઇને સિન્ધુ નદીને મળનારી એવી ઉન્મના અને નિમગ્ના નદી આગળ તે આવી પહેાંચે છે. તે નદીઓને પેલે પાર સૈન્ય સહિત જઈ શકાય તેટલા માટે ચક્રી ‘વાયક ? રત્ન પાસે પૂલ બંધાવી તે દુસ્તર નદીઓ સુખેથી સૈન્ય સહિત ઉત્તરી જાય છે. અનુક્રમે પ્રયાણ કરતાં તે તમિસ્રા ગુફાના ઉત્તર દ્વાર પાસે આવી પહોંચે છે એટલે તે દ્વાર આપોઆપ ઊઘડી જાય છે, એટલે ત્યાં થઈને સૈન્ય સહિત ચક્રી તે ગુફાની બહાર નીકળી જાય છે.
હવે ચક્રી ઉત્તર ભરતાર્થના વિજય કરવાને ઉત્તર ખંડમાં પ્રવેશ કરે છે. તે ખંડમાં કિરાતા સાથે યુદ્ધ થાય છે. આ યુદ્ધમાં કિરાતા હારી જવાથી તેઓ સિન્ધુ નદીમાં એકઠા મળી
૧ આ મિસ્રા ગુઢ્ઢા પચાસ યેાજન લાંબી છે.
૨ ચક્રવર્તી જીવે ત્યાં સુધી આ મંડલા રહે છે અને તેના પ્રકાશ સંમુખ દિશાએ બાર બારણા તરફ એક યેાજન સુધી અને ઊર્ધ્વ આઠ યાજન સુધી છે.
૩-૪ ઉન્મના નદીમાં પત્થરની શિલા પણ તુમ્બિકા ( તુંબડા )ની જેમ તરે છે, જ્યારે નિમગ્નામાં તે તુમ્બિકા પણ શિલાની માફક ડૂબે છે.