________________
રર૮
સ્તુતિચતુર્વિશતિકા
[૧૯ શ્રીમઆ પ્રમાણેને આ બે ફિરકાઓ વચ્ચે મતભેદ હોવા છતાં એ વાત તે બન્નેને સંમત છે કે તેઓ જીવન-પર્યત બ્રહ્મચારી રહ્યા હતા અથત વિષય-વાસનાને તેમણે જન્મથી હમેશને માટે દેશવટો દઈ દીધું હતું. અખંડિત ચારિત્ર પાળી, અનેક જીન ઉપર અનુપમ ઉપકાર કરી અંતમાં પંચાવન હજાર (૫૫૦૦૦) વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ પરમ પદને પામ્યા. પઘ-વિચાર
આ પદ્ય તેમજ ત્યાર પછીનાં ત્રણ પદ્યો પણ સમવૃત્તમાંના તેર અક્ષરવાળા રૂચિરા વૃત્તમાં રચવામાં આવ્યાં છે. આ વૃત્તને કેટલાક પ્રભાવતી કહે છે. એનું લક્ષણ એ છે કે
ગૌ સૌ ગિરિ જિરા અર્થાત્ આ છંદમાં જ, ભ, સ અને જ એમ ચાર ગણે છે અને અત્યાક્ષર દીર્ઘ છે. વળી એથે અને પછી નવમે એટલે તેરમે અક્ષરે યતિ' છે. આ સંબંધમાં આ પદ્યનું પ્રથમ ચરણ વિચારી જોઈએ.
वित र मलू | लि ना
આ પર્વમાં બીજાં પઘોની માફક સાધારણ ચમત્કૃતિ હેવા ઉપરાંત એટલી વિશેષતા છે કે જે રૂચિરા નામના વૃત્તમાં આ પદ્ય રચાયું છે, તે વૃત્તને પણ આ પઘમાં સાક્ષાત્ ઉલ્લેખ કરવામાં આવ્યું છે. આ પણ એક જાતને શબ્દાલંકાર છે. આના વિશેષ જિજ્ઞાસુએ શ્રીજિનપ્રભાચાયકૃત વીર-સ્તવ તરફ દષ્ટિપાત કરે.
૧ પ્રભાવતી એ નામાન્તર ન હોય તે આ વાત વિચારણીય છે, કેમકે શ્રુત-ધમાં પ્રભાવતીનું લક્ષણ નીચે મુજબ આપ્યું છેઃ
“यस्यां प्रिये ! प्रथमकमक्षरद्वयं
तुर्य तथा गुरु नवमं दशान्तिकम् । सान्त्यं भवेद् यदि विरतिर्युगग्रहै।
ના અક્ષિતા રાત ! માવતી " અર્થાહે પ્રિયા ! જે વૃત્તમાં પહેલા બે અક્ષર તેમજ ચેથા, નવમા, અગ્યારમા તેમજ તેરમા અક્ષર દીધું હોય અને વળી ત્યાં ચેથા અને ત્યાર પછીના નવમા અક્ષર ઉપર “યતિ” હેય, તે વૃત્ત હે અમૃતસમાન લતા જેવી (લલના)! “પ્રભાવતી'ના નામથી ઓળખાય છે. આ ઉપરથી જોઈ શકાય છે કે રૂચિ અને પ્રભાવતી છંદમાં પ્રથમ અક્ષર પરવેજ ફેર છે. બાકી તે બીજા અક્ષરથી બધા અક્ષર સમાન છે.
૨ આ કાવ્ય કાવ્યમાલાના સપ્તમ ગુચ્છક (પૃ ૧૧૨-૧૧૫)માં છપાયેલું છે,