________________
૨૧૫
જિનરતુતયઃ ]
स्तुतिचतुर्विंशतिका પિતાના કુલ-દેવતા મેઘકુમાર તથા નાગકુમારનું અષ્ટમ તપ કરવા પૂર્વક આરાધન કરે છે. તે દે પ્રકટ થઈ પિતાના સેવકેની વિનતિ સ્વીકારી ચકીને સાત દિવસ પર્યત મૂસળધાર વૃષ્ટિ વડે હેરાન કરે છે. આ દરમ્યાન ચક્ર ચર્મ અને છત્રની સહાયથી સૈન્યનું રક્ષણ કરે છે. સાત અહેનિશ (દિવસ અને રાત) ઉપદ્રવ ચાલુ રહેવાથી અંતમાં ચકી ગુસ્સે થતાં તેના સોળ હજાર અંગરક્ષક દેવ મેઘકુમારને યથાવિધ વસ્તુથી વાકેફ કરી તેમની પાસે મેઘને સંહરવાનું કાર્ય કરાવે છે. ત્યાર બાદ તે કિરાતે તેમના કુળદેવતા નાગકુમારની આજ્ઞાનુસાર ચકીને શરણે જાય છે. આ પ્રમાણે ચકી કિરાત ઉપર વિજય મેળવે છે.
અન્યદા તે પિતાના સેનાપતિને સિધુના ઉત્તર નિષ્ફટને સાધવા મોકલે છે. તે કાર્યમાં જય મેળવી તે પાછા ફરતાં ચકવતી સૈન્ય સહિત શુદ્ધ હિમાલય તરફ પ્રયાણ કરે છે. આ પર્વતના દક્ષિણ નિતમ્બ પાસે આવી ત્યાં પડાવ કરી એ પર્વતના અધિષ્ઠાયક દેવને ઉદ્દેશીને અષ્ટમ તપ તથા પિષધ કરી ત્રણ દિવસના પિષધને અંતે ચકી રથમાં બેસી પર્વતની સમીપ જઈ રથના અગ્ર ભાગથી તે પર્વતને ત્રણ વાર પ્રહાર કરી પોતાના નામથી અંકિત એવું બાણ છોડે છે. આ બાણ બહોતેર
જનનું ઉલ્લંઘન કરીને તે અધિષ્ઠાયક પાસે આવી પહોંચે છે. આ દેવ પણ પ્રથમ તે ક્રોધાતુર થાય છે, પરંતુ એ બાણ ઉપરના અક્ષરે વાંચી શાંત પડી જાય છે. પછી તે દેવ પણ બાણ તથા અન્ય વસ્તુઓ ચકીને ભેટ કરી વિદાય થાય છે. રથને પાછો વાળી ચકી રાષભકૂટ પાસે આવે છે. રથા વડે ત્રણ વાર તેનું તાડન કરી તે કૂટના પૂર્વ ભાગ ઉપર પોતે ચકી થયાને “કાકિની” રત્નથી ઉલ્લેખ કરે છે. ત્યાંથી પાછા ફરી છાવણમાં આવી તે પારણું કરે છે, તેમજ ક્ષુદ્રહિમાવત દેવને અષ્ટાનિકા મહત્સવ કરે છે.
અનુક્રમે ત્યાંથી પ્રયાણ કરી ચક્ર ચકની પછવાડે પછવાડે ગંગા નદી પાસે આવી સિધુદેવીની જેમ તેની અધિષ્ઠાયક ગંગા દેવીને જીતીલે છે. ત્યાર બાદ દક્ષિણ દિશામાં પ્રયાણ કરતાં તેઓ ખંડપ્રપાતા ગુફા નજીક આવી પહોંચે છે. તમિસા ગુફાના સંબંધમાં જે કાર્ય ચક્રીએ કર્યું હતું, તેમ તેઓ અત્ર પણ કરી આ ગુફાના નાટ્યમાલ નામના અધિષ્ઠાયકને વશ કરી લે છે. ત્યાર બાદ સેનાનીને અર્ધ સૈન્ય લઈને ગંગાને પૂર્વ નિકૂટ સાધવા મેકલે છે. તે કાર્ય પૂર્ણ કરી સેનાની પાછા ફરતાં ચકી તેની પાસે તમિસાની માફક આ ગુફાના દ્વાર ખેલાવી સૈન્યસહિત તેમાં પ્રવેશ કરી ઉમેગ્ના અને નિમગ્ના નદીઓ ઓળંગી તેઓ તે ગુફાની બહાર આવે છે.
પછી ગંગાના પશ્ચિમ કિનારા ઉપર છાવણી નાખી નવ નિધાન પ્રાપ્ત કરવાના ઈરાદાથી ચકી અઠ્ઠમ તપ કરે છે એટલે તે નવ નિધિ પ્રકટ થાય છે. તેમ થતાં તે પારણું કરી આ નવ નિધિને અંગે અષ્ટફ્રિકા મહત્સવ કરે છે. ત્યાર બાદ ચકીની આજ્ઞાથી સેનાપતિ ગંગા નદીના પૂર્વ દિશામાં રહેલા બીજા નિકૂટ ઉપર વિજય મેળવી આવે છે.
આ પ્રમાણે ચક્રવર્તી ગંગા તેમજ સિધુ નદીની બંને બાજુના મળીને ચાર નિકૂટોથી અને તેના મધ્યમાં રહેલા બે ખંડથી છ ખંડવાળા કહેવાતા ભરતક્ષેત્ર ઉપર વિજય મેળવે છે. આવી રીતે તેનું છ ખંડ સાધવાનું કાર્ય પૂર્ણ થતાં તે ચક તેમજ સૈન્ય સહિત પિતાની રાજધાનીમાં જઈ પહોંચે છે.