________________
સ્તુતિચતુર્વિશતિકા
[ ૨ શ્રી અજિત
સ્પષ્ટીકરણ માનસી-સ્વરૂપ–
“ થાન ધરનારાના મનને સાનિધ્ય કરે તે માનસી” એ માનસી શબ્દની વ્યુત્પત્તિ-અર્થ છે. આ એક વિદ્યાદેવી છે. આ દેવી હંસના ઉપર આરૂઢ થાય છે. એ દેવીને ચાર હાથ છે. એના જમણા બે હાથ વરદ અને વજથી શોભે છે, જ્યારે ડાબા બે હાથ તે જપ-માલા અને વજથી શેભે છે. વિશેષમાં તે ધવલવણું છેઆ વાત નિર્વાણલિકા ઉપરથી જોઈ શકાય છે, કેમકે ત્યાં કહ્યું છે કે
“ तथा मानसीं धवलवर्णी हंसवाहनां चतुर्भुजां घरद--वज्रालङ्कृतदक्षिणकरामक्षवलयाशनियुक्तवामરાં તિ”
આચારદિનકરમાં પણ આ પ્રમાણે આ દેવીનું સ્વરૂપ વર્ણવ્યું છે, પરંતુ ત્યાં એને વર્ણ કનકસમાન બતાવ્યો છે. આ રહ્યો તે ક–
“હૃાવનારનારીના, વરાછુધાચિતા मानसी मानसीं पीडां, हन्तु जाम्बूनदच्छविः ॥"
–પત્રાંક ૧૬૨.
૧ ૨ દેવીમાં વિદ્યાની પ્રધાનતા હોય તેને વિદ્યાદેવી કહેવામાં આવે છે. આવી વિદ્યાદેવીઓ એકંદર સોળ છે–(૧) રેહિણી, (ર) પ્રજ્ઞપ્તિ, (૩) વજશૃંખલા, (૪) વાંકુશી, (૫) ચકેશ્વરી, (૬) નરદત્તા, (૭) કાલી, (૮) મહાકાલી, (૯) ગૌરી, (૧૦) ગાંધારી, (૧૧) મહાજ્વાલા, (૧૨) માનવી, (૧૩) વૈશ્યા, (૧૪) અછુપ્તા, (૧૫) માનસી અને (૧૬) મહામાનસી.
૨ વરદાન દેતી હોય તેમ હાથ રાખેલ હોય તે તે વરદ” કહેવાય છે.