________________
૬૮
સ્તુતિચતુર્વિશતિકા
[૪ શ્રીઅભિનન્દન
તારે છે. આ પ્રસંગે શાસ્ત્રમાં બતાવેલા ત્રણ પ્રકારના ગુરૂનું દિગ્દગ્દર્શન કરવું અનાવશ્યક નહિ ગણાય.
(૧) પાતે ડૂબે અને અન્યને પણ ડૂબાડે એ એક પ્રકારના ગુરૂ છે. ( આને ગુરૂ ન કહેતાં કુગુરૂ કહેવા તે વધારે ઉચિત ગણાય. ) આવા ગુરૂને પત્થરની ઉપમા આપી શકાય, કેમકે પત્થર જાતે પણ જલમાં તરી શકતા નથી તેમજ જે એના આધાર લે તેને પણ તે તારી શકતા નથી. એ તે જગજાહેર હકીકત છે કે સ્વયં ભ્રષ્ટ હાઇ કરીને અન્યને પણ ભ્રષ્ટ કરવામાં પાછી પાની નહિ કરનારા, અન્યને પણ અધોગતિમાં પટકનારા ગુરૂએ તેા જન–સમાજની દુર્દશા કરવામાં અગ્ર ભાગ ભજવ્યેા છે. આવા ગુરૂને નવ ગજના નમસ્કાર હોજો.
(૨) પાતે તરે પણુ અન્યને ન તારી શકે એ ખીજા પ્રકારના ગુરૂ છે. આ ગુરૂઓને પાંદડાની સાથે સરખાવી શકાય તેમ છે. કારણકે પાંદડું સ્વયં તે જલમાં તરી શકે છે, પરંતુ તેનામાં બીજાને સાથે લઈ તરવાની શક્તિ નથી. આ પ્રકારના ગુરૂએ આત્મ-કલ્યાણ કરી શકે છે, કિન્તુ અન્ય જીવાને સન્માર્ગે દોરી જવા અશકય છે. છતાં પણ તે ઉપર્યુક્ત ગુરૂ કરતાં હજાર દરજન્ટે પ્રશંસનીય છે.
(૩) પાતે તરે અને પરને પણ તારે તે ત્રીજા પ્રકારના યાને ઉત્તમ કોટિના ગુરૂએ છે. આ ગુરૂઓને કાષ્ઠના નાવની ઉપમા આપી યથાર્થ છે. એનું કારણ એ છે કે જેમ કાષ્ઠનું નાવ જાતે પણ જલમાં તરે છે અને નાવના આશ્રય કરનારાને પણ તે તારે છે, તેમ આવા ગુરૂએ પેાતે પણ ભવ-સમુદ્ર તરી જાય છે અને અન્યને પણ સન્માર્ગના આધ કરાવી તેને પણ તારે છેર.
વિશેષમાં તીર્થંકર આશ્રીને મહાવ્રતાદિકની પાલનાથી મનેાહર ’ એવું વિશેષણ વાપરીને પણ તેનું સર્વોત્તમ ગુરૂત્વ પ્રદર્શિત કર્યું છે. કેમકે કેટલાક ગુરૂ એવા હાય છે કે શિષ્ય-વર્ગને તપ, જપ, નિયમ વિગેરે કરવાનું ફરમાવે અને પોતે તે માલ–મલીદા ઉડાવે, મેાજશેાખ કરવામાં કચ્ચાસ ન રાખે; ટૂંકમાં સર્વે ઇન્દ્રિયોને યથેચ્છ રીતે વર્તવા દે. તીર્થંકરો તા પાતે જે જે ક્રિયાઓ અમલમાં મૂકે છે, તેનીજ પ્રરૂપણા કરે છે—પેાતાનેા સ્વાનુભાવજ પ્રદાર્શત કરે છે. અહિંસાદિક મહાવ્રત—
જૈનશાસ્ત્રમાં યમના અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એમ પાંચ ભેદો પાડવામાં આવ્યા છે અર્થાત્ પંચ મહાવ્રતા અતાવવામાં આવ્યાં છે. આ મહાવ્રતાનાં લક્ષણા તેમજ તેનાં સ્વરૂપ સર્વે જનાને વિદિત હાવાથી તેનું પુનર્દર્શન અત્ર કરાવવાની જરૂર નથી. પરંતુ એટલું તા કહેવું પડશે કે અહિંસા એ સર્વમાન્ય ધર્મ છે. અરે ખાસ એ જૈનાનાજ ધર્મ નથી; પરંતુ હિંદુઓના પણ એ ધર્મ છે.
૧ સરખાવે ‘નમુથ્થુણં ’માં યાને શક્રસ્તવમાં જિનેશ્વર પરત્વે વાપરેલાં વિશેષણા તિત્રાળું,’‘તારયાળું,’ ૨ રત્નના દૃષ્ટાંતાનુસાર ગુરૂના ચાર પ્રકાર પડી શકે છે; આ ગુરૂ-ચતુર્થંગીની માહિતી માટે જીએ ઉપદેશ-રત્નાકર ( પત્રાંક ૪૫ ).
૩ એ ઉમેરવું જરૂરી સમજાય છે કે હેતુ, સ્વરૂપ, ફુલ, અનુષ્યધ, વિધાન, ભાવના ઈત્યાદિ દ્વારા અહિંસાનું વિશિષ્ટ સ્વરૂપ તે જૈન દર્શનમાંજ નજરે પડે છે.