________________
૧૧૨
સ્તુતિચતુર્વિશતિષ્ઠા
[ ૮ શ્રીચન્દ્રપ્રશ
ઊહ અર્થાત્ તર્ક—
જે વસ્તુ જેનાથી જૂદી મળતી નથી, જે વસ્તુ જેના વગર રહેતી નથી, અર્થાત્ એ વસ્તુઆના જે સાથે રહેવારૂપ સંબંધ છે, તે સંબંધના નિર્ણય કરી આપનારી અધ્યવસાય ‘ તર્ક' છે, તર્કશાસ્ત્રીઓની ભાષામાં કહીએ તા વ્યાપ્તિને નિશ્ચય કરી આપનાર · તર્ક ’ યાને ‘ ઊતુ ’ છે,૧ અનેકાન્તવાદ-મીમાંસા—
એકજ વસ્તુમાં જૂદી જૂદી અપેક્ષાએ વિવિધ–અરે વિરૂદ્ધ ધર્મના પણ સ્વીકાર કરવા તે અનેકાન્તવાદ યાને સ્યાદ્વાદ છે. અન્ય શબ્દોમાં કહીએ તે પ્રત્યક્ષાદિ પ્રમાણેાથી સિદ્ધ થયેલા કોઈ પણ પદાર્થમાં પરસ્પર વિરૂદ્ધ એવા અનેક ધમાના સાપેક્ષ રીતે સદ્ભાવ અંગીકાર કરવા તે ‘સ્યાદ્વાદ ’ છે.
દાખલા તરીકે એકજ પુરૂષમાં અપેક્ષાનુસાર પિતૃત્વ, પુત્રત્વ, સેવકત્વ, સ્વામિત્વ, અસ્તિત્વ, નાસ્તિત્વ, ઇત્યાદિ ધર્માંના સમાવેશ કરી શકાય છે. આ દૃષ્ટિ તે સ્યાદ્વાદ છે. એક ખીજું ઉદાહરણ વિચારીએ. એકજ વસ્તુમાં સત્ત્વ, અસત્ત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, ઈત્યાદિ ધર્માંના અપેક્ષા-દૃષ્ટિએ સ્વીકાર કરવા તે સ્યાદ્વાદનું લક્ષણ છે.
વળી દરેક પદાર્થ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત છેર એ કથન પણ સ્યાદ્વાદીનું છે. આ સંબંધમાં ત્રીજા શ્લેાકના સ્પષ્ટીકરણ ( ૫૦ ૨૩)માં આપણે કટક અને કુણ્ડલનું દૃષ્ટાન્ત વિચારી ગયા છે. ગારસનું એક વધુ દૃષ્ટાન્ત અત્ર વિચારવામાં આવે છે.
એ તા જાણીતી વાત છે કે દૂધમાંથી ઉત્પન્ન થયેલું દહીં તે ધનાજ એક પરિણામ છે; અર્થાત્ કંઈ દૂધના સર્વથા નાશ ( વ્યય ) થયા નથી, તેમજ કંઈ દહીંના સર્વથા ઉત્પાદ (ઉત્પત્તિ) થયેા નથી. વિશેષમાં આ બંને અવસ્થામાં ગેરસરૂપી કૈાવ્ય બરાબર હાજર છે, કેમકે દૂધ અને દહીં બન્નેને ગેરસના નામથી ઓળખવામાં આવે છે એ તે જગજાહેર વાત છે.
હવે સ્યાદ્વાદરૂપી સિદ્ધાન્તનું સ્વરૂપ કેવું છે, તેના કંઈક ખ્યાલ આવે તેટલા માટે ઈશ્વરનું સ્વરૂપ સ્યાદ્વાદ-દૃષ્ટિએ વિચારવામાં આવે છે.
મુક્ત થયેલા જીવા જે શારીરિક આસનમાં અહીં ભૂમંડળ ઉપર મૃત્યુ પામે છે, તેવા આાસનના સ્વરૂપમાં તેએ મુક્તિમાં ઉપસ્થિત થાય છે અને દરેક મુક્ત જીવ ઈશ્વર છે એમ તે જૈના કહે છેજ. આથી ઇશ્વર સાકાર છે. પરંતુ ઈશ્વરમાં કાઈ પણ પ્રકારની મૂર્તતા નહિ હાવાને લીધે તે નિરાકાર છે.
વળી ઈશ્વરમાં જ્ઞાનાદિક ગુણાના સદૂભાવ હોવાથી તે અપેક્ષાએ તે રૂપી છે; પરંતુ મૂર્ત યાને પાગલિક રૂપનેા તેનામાં સર્વથા અભાવ હોવાથી તે અરૂપી છે.
૧ જુએ ન્યાયકુસુમાંજલિ (પૃ૦ ૧૨૩-૧૨૪, ૧૫૨). ૨ સરખાવેશ—
“ उत्पादव्ययघ्रौव्ययुक्तं सत्
,,
તત્ત્વાર્થાધિગમસૂત્ર, અ૦ ૫, સૂ૦ ૨૯,