________________
૧૯૬ હતુતિચતુર્વિશતિકા
[૧૬ શ્રીશાન્તિઆ યક્ષરાજના સંબંધમાં કોઈ મુનિવરનું દિન પ્રતિદિન દર્શન કરવાથી તેનું અજ્ઞાન નષ્ટ થયું એમ જે ઉલ્લેખ કરવામાં આવ્યું છે, તે વાસ્તવિક છે. કેમકે મહર્ષિ ભર્તુહરિનું “સર્જાતા શં જાતિ કુંવા?” એ વાક્યામૃત ક્યાં અજાણ્યું છે?
વિશેષમાં આ દષ્ટાન્તથી એ પણ વાત વિચારવા લાયક છે કે જ્યારે સાધારણ મુનિના દર્શનથી પણ આટલે લાભ થાય છે, તે મુનીશ્વર એવા વીતરાગ તીર્થંકરના દર્શનથી શા શા લાલે ન થાય વાર?
હવે આ યક્ષ પર વિચાર કરીએ. આ પદ્ય ઉપરથી એટલું તે સુસ્પષ્ટ જોઈ શકાય છે કે આ યક્ષને ચાર હાથ છે અને તે દર્ડ, છત્ર, કમડળ અને જપ-માલાથી શોભે છે, તેમજ તેને વર્ણ સુવર્ણના સમાન પીત છે. પરંતુ આ યક્ષના વાહનના સંબંધી માહિતી અત્ર મળી શકતી નથી.
આ યક્ષના સંબંધમાં સંપૂર્ણ માહિતી તે નિર્વાણ-કલિકામાંના નીચે મુજબ ઉલલેખમાંથી મળી આવે છે –
___ " तथा ब्रह्मशान्तिं पिङ्गवर्ण दंष्ट्राकरालं जटामुकुटमण्डितं पादुकारूढं भद्रासनस्थितमुपवीतालङ्कतस्कन्धं चतुर्भुनं अक्षसूत्रदण्डकान्वितदक्षिणपाणिं कुण्डिकाच्छत्रालङ्कन्तवामपाणिं चेति"
અર્થાત બ્રહ્મજ્ઞાતિ યક્ષને પીત વણે છે અને તેની દાઢ ભયંકર છે. તે જટા અને મુકુટથી મડિત છે. વળી તે પગમાં પાદુકા પહેરે છે અને ભદ્રાસને રહે છે. તેને ખભે ઉપવીત (જનોઈ)થી અલંકૃત છે. તેને ચાર હાથ છે. તેના જમણા બે હાથ જપ-માલા અને દણ્ડથી અલંકૃત છે, જ્યારે તેના ડાબા બે હાથ કમડળ અને છત્રથી વિભૂષિત છે.
૧ સરખાવે–
"दर्शनाद् दुरितध्वंसो, वन्दनाद वाञ्छितप्रदः।। पूजनात् पुरुषश्रीदः, जिनः साक्षात् सुरनुमः ॥"
તથા વળી
"दर्शनं देवदेवस्य, दर्शनं पापनाशनम् । दर्शनं स्वर्गसोपानं, दर्शनं मोक्षसाधनम् ॥"